![](/wp-content/uploads/2024/06/IMG-20240626-WA0866.jpg)
ડીસાની ધરતી રેસીડન્સીમાં રહેતા યુવકના ભાઇએ મોરબીની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેની અદાવત રાખી પાંચ શખ્સોએ યુવકનું અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ મારમાર્યો હતો. અને મોરબીમાં છોડી મુકી નાસી ગયા હતા. આ અંગે યુવકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
ધરતી રેસીડન્સીમાં રહેતા મયંકકુમાર સુરેશભાઇ પટેલના ભાઇ ક્ષિતિજે મોરબીની એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આથી મોરબીનો વિશાલ પટેલ, આશિષ સેંગાણી, મુન્નાભાઇ પટેલ, ભાવેશ અને ઉત્તમે ડીસા આવી મયંક પટેલનું અપહરણ કર્યુ હતુ. જેને રાજસ્થાન લઇ જઇ મારમાર્યો હતો અને મોરબી નજીક છોડી મુક્યો હતો. જેને ઇજાઓ થતાં ડીસાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.