गुजरातटॉप न्यूज़पाटन जिला

સાતલપુર તાલુકામાંથી પસાર નર્મદાથી મુખ્ય કેનાલમાં ૩૧મી મેથી કેનાલ સફાઈ અને રિપેરિંગના કામોને લઈને નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે

અને પાણી કેનાલમાં બંધ કરવામાં આવતા સરહદી સાંતલપુર સહિત આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીને લઈને સમગ્ર પંથક વલખા મારી રહ્યો છે

 

સમગ્ર પંથકમાં પીવાના પાણીની ભારે પારાયણ ઉભી થવા પામી છે.પીવાના પાણીની સમસ્યાને લઈને કેનાલમાં પાણી છોડવા માટે અનેક રજુઆતો કરવામાં આવી હોવા થતા નિગમ દ્વારા કેનાલમાં કામગીરી ચાલુ છે તેવુ કારણ ધરીને કેનાલ હાલ પુરતી ચાલુ કરવી શક્ય નથી તેવુ રટણ કરવામાં આવી રહ્યુ છે.બિજી તરફ નર્મદાની કચ્છ કેનાલની વાસ્તવિકતાની વાત કરવામાં આવે તો કેનાલમાં માટી અને ગંદકીના બે ફુટથી વધુના થર જામી ચુક્યા છે તેમજ અનેક જગ્યાઓ પર હજુ પણ કેનાલમાં ગાબડા રિપેરજ કરવામાં આવ્યા નથી. છેલ્લા ૨૬ દિવસથી કેનાલમાં પાણી બંધ હોવા છતા માત્ર ગણ્યા ગાઠયા માણસો કોન્ટ્રાકટર દ્વારા લગાવી કામગીરી ચાલુ હોવાનુ માત્ર રટણ કરવામાં આવી રહ્યુ છે બિજી તરફ અતરિયાળ પ્રજા પાણી માટે વલખા મારી રહી છે. નર્મદા કેનાલમાં ગાબડા રિપેરની કામગીરી ચાલુ હોવા છતા નર્મદા કેનાલના અધિકારીઓ નહિ ડોકાતા હાલમાં

 

કેનાલ રિપેરિંગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે એક તરફ કેનાલમાં હાલમાં પાણી બંધ છે છતા પણ કેનાલની સફાઈ હાથ ધરાઈ જ નથી રિપેરિંગ કામગીરીમાં પણ વિભાગ નિરસ રહેતા અતરિયાળ પ્રજાને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે.

રિપેરિંગ કામગીરી હાલમાં ચાલુ છે આજથી લેબર વધશેઃનલીન પરમાર,નર્મદા અધિકારી

નર્મદાના કેનાલના જવાબદાર અધિકારી નવિલ પરમાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે કેનાલ રિપેરંગની કામગીરી હાલ ચાલુ છે આજથી લેબર વધારવામાં આવશે તેમજ બેનને ત્યા દેખરેખ માચે મુકેલ છે જે ત્રણ કામો હોવાથી અલગ અલગ જગ્યાએ હોય છે શરુઆતમા પાંચ મીટર જેટલુ કામ થઈ જશે તો પાણી એટલુ ચલાવી શકાશે.

કેનાલ સફાઈ નામે બંધ કરાય છે પણ સાફ થતી નથી:શૈલેશ ભાઈ રાજગોર

સ્થાનિક શૈલેશભાઈ રાજગોર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે કેનાલમાં ગંદકીના થર જામી ચુક્યા છે આજ કેનાલમાંથઈ ફિલ્ટરેશન વગર પાણી પીવા પણ અપાય છે.લોકો બિમાર પણ પડેછે કેનાલ સફાઈ નામે બંધ કરાય છે પણ સફાઈ કરાતી નથી ખબર પડતી નથી કે કયો મોરલો દાણા ચરી જાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×