गुजरातटॉप न्यूज़बनासकांठा

ડીસામાં વરસાદની એન્ટ્રી બાદ : બાઈવાડા ગામે તોતિંગ વૃક્ષ ઘર પર પડતા નુકસાન

ડીસા પંથકમાં બે દિવસ અગાઉ સામાન્ય છાંટા પડ્યા બાદ વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જોકે ડીસા તાલુકાના બાઈવાડા ગામે ભારે વરસાદના કારણે એક વિશાળ લીમડો બાજુના ઘર પર પડતાં મકાનને મોટું નુકસાન થયું છે.

 

રાજ્યભરમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં બે દિવસ અગાઉ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. પરંતુ ડીસા પંથકમાં સાવ સામાન્ય વરસાદ પડ્યો હતો. જોકે ગુરુવારે સવારથી જ આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાતા તેમજ ભારે ગરમી અને બફારો રહેતા આજે મેઘરાજા મન મૂકીને વરસશે તેવું લાગતું હતું. તે મુજબ બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ ખાબકવાનો શરૂ થયો હતો.ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડતા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

જોકે પ્રથમ વરસાદમાં જ ડીસા તાલુકાના બાઈવાડા ગામે તોતિંગ લીમડાનું વૃક્ષ બાજુના ઘર પર પડતાં મકાનને નુકસાન થયું હતું. ઘરના છાપરા તેમજ દીવાલો તૂટી જવા પામી હતી જો કે સદનસીબે કોઈ જાન હાનિ થઈ ન હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×