गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના રાધનપુર: મામલતદાર કચેરીમાં ઈ ધરા કેન્દ્રમાં સર્વર ડાઉન રહેતા ખેડૂતો બન્યા પરેશાન

અરજદારો 3 દિવસ સુધી ધક્કા ખાવા મજબૂર બન્યા : સમયસર કામ ના થતા તમામ પ્રકારની બેન્કિંગ સેવાઓમાં મુશ્કેલીઓ..

 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મામલતદાર કચેરીએ ઈ ધરા કેન્દ્ર કેન્દ્ર પર સર્વર ડાઉન રહેતા આવતા અરજદારો ખેડૂત વર્ગ ઉતારા કઢાવવા અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી. રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થી આવતા ખેડૂતોને ધરમના ધક્કા ખાઈને ભાડા અને સમયનો વેડફાટ કરીને પરત ફરવું પડે છે. તો બીજી તરફખેડૂતોને ઉતારાની જરૂર પાક ધિરાણ કે બેંકને લાગતા વળગતા તમામ કામોમાં પડતી હોય છે અને આવા ઉતારા સમયસર ના મળતા તમામ અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. મામલતદાર કચેરી ખાતે

આવેલ ઇ ધરા કેન્દ્ર પર અરજદારો 3 દિવસ સુધી ધક્કા ખાય છે અને સમયસર કામ ના થતા તમામ પ્રકારની બેન્કિંગ સેવાઓમાં મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જેમાં દસ્તાવેજોની કામગીરી, પાક ધિરાણ, નામ કમી કરવાનું કે વગેરેમાં ઉતારાની જરૂર ઉભી થતી હોય છે. પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતોને ઉતારા મળતા ન હોય ખેડૂતોના કામ અટકાયા છે.જેને લઈ ખેડૂત તેમજ અરજદાર સરકાર સમક્ષ સર્વર ડાવઉન ને પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે. સર્વર ડાઉન બાબતે ઈ ધરા નાયબ મામલતદારએ જણાવ્યું હતું કે ઈ ધરામાં છેલ્લા 4-5 દિવસથી સર્વર ડાઉન હોવાને કારણે પહેલા જેટલી સ્પીડથી ઉતારા નીકળતા હતા તેટલી સ્પીડ મળતી નથી. સર્વર ડાઉન તે એક ટેકનિકલ સમસ્યા છે જે બાબતે અમે વડી કચેરીએ રજૂઆત પણ કરી છે. આમ, રાધનપુર માં હાલ ઇ ધરા કેન્દ્ર ખાતે સર્વર ની રોજની રામાયણ ઊભી થતાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×