गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ ચાણસ્મા હાઇવે માર્ગ પર દોડતા ઇકો ચાલકો ની મનમાની : ઓવરલોડ પેસેન્જર ભરવાની સાથે સાથે ભાડું પણ ડબલ

 

ઓવરલોડ પેસેન્જર ભરવાની સાથે સાથે ભાડું પણ ડબલ વસૂલ કરતા હોવાની પેસેન્જરોમાં બૂમ: પાટણ શહેર સહિત જિલ્લાના હાઇવે માર્ગો પર ખાનગી વાહન ચાલકો પેસેન્જર મેળવવાની લાયમાં પોતાના વાહનો પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હકારી અવાર નવાર નાના-મોટા અકસ્માતો સજૅતા હોય છે. તો ક્યારેક ખાનગી વાહન ચાલકો વાહનોની મર્યાદા કરતા પણ વધુ પેસેન્જર ભરી લોકોના જીવ જોખમમાં મૂકી દોડતા જોવા મળતા હોય છે છતાં હાઇવે ટ્રાફિક પોલીસ તંત્ર કે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા ખાનગી વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ન કરતા ખાનગી વાહન ચાલકો બે ફામ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ત્યારે ગુરૂવારે પાટણ-ચાણસ્મા વચ્ચે દોડતી ઈકકો ગાડી ના ચાલકો મયૉદા કરતાં પણ વધુ પેસેન્જર ભરીને દોડતાં જોવા મળ્યા હતા તો ગાડીની કેપેસીટી કરતાં પણ વધુ પેસેન્જર ભરવા બાબતે ગાડીમાં બેઠેલા મુસાફરે ચાલક ને ટકોર કરતાં ઉશ્કેરાયેલા ચાલકે પેસેન્જર સાથે દાદાગીરી ભર્યું વર્તન કરી પોતાની ઈકકો ગાડી મા 13-13 પેસેન્જર ભરી  પાછળ નો દરવાજા ખુલ્લો રાખી માતેલા સાંઢ ની જેમ પોતાની ઈકો ગાડી દોડાવતા પેસેન્જરોના જીવ પડીકે બંધાયા હતા તો ચાલકે પેસેન્જરો પાસેથી ચાણસ્મા પાટણ નું રૂ. 30 ભાડું વસુલાત ખાનગી વાહન ચાલક સામે પેસેન્જરો મા રોષ જોવા મળ્યો હતો. ત્યારે  જિલ્લા શહેર અને હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા બે ફોર્મ બની ઓવરલોડ પેસેન્જર ભરીને દોડતા આવા ખાનગી વાહન ચાલકોને નસિયત કરે તેવી લોક માંગ પ્રબળ બનવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×