गुजरातटॉप न्यूज़बनासकांठा

બનાસકાંઠા જિલ્લા પંચાયત ભવનના છતના પોપડા ખરી પડ્યા : જાહેર રજા હોઈ દુર્ઘટના ટળી

પાલનપુર સ્થિત બનાસકાંઠા જિલ્લા પંચાયત ભવન વર્ષો જુનું હોઈ જર્જરિત હાલતમાં છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગની છતના પોપડા ખરી પડ્યા હતા. જોકે, રવિવારની જાહેર રજા હોઈ દુર્ઘટના ટળી હતી.

 

બનાસકાંઠા જિલ્લા પંચાયતની વર્ષો જૂની બિલ્ડીંગ જર્જરિત બની છે. ત્યારે જિલ્લા પંચાયત ભવનની કચેરીની છતનો સ્લેબના પોપડા ખરી પડ્યા હતા.જિલ્લા પંચાયતની બહુમાળી કચેરીના માર્ગ અને મકાન વિભાગ શાખાની આગળની છતના સ્લેબ ના પોપડા ખરી પડ્યા હતા. જોકે,રવિવારની રજા હોઈ દુર્ઘટના ટળી હતી. અગાઉ પણ છતનો સ્લેબ તૂટી પડ્યો હતો. જીર્ણ હાલતમાં રહેલી બિલ્ડીંગ દુર્ઘટના નોતરે તે પૂર્વે રીનોવેશન થાય તે જરૂરી બન્યું છે.

જર્જરિત બિલ્ડીંગને લઈને રોજબરોજ જિલ્લાભરમાં થી આવતા હજારો અરજદારો તથા કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ભયના ઓથાર તળે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા બિલ્ડીંગનું નવીનીકરણ હાથ ધરાય તે ઇચ્છનીય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×