गुजरातटॉप न्यूज़बनासकांठा

બનાસકાંઠાની ચાર નગરપાલિકાના પદાધિકારીઓને મુખ્યમંત્રીનું તેડું

 

પાલિકાના કામો તેમજ લોકસભા ચૂંટણીની સમીક્ષા કરાશે: ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાની ચાર નગરપાલિકાઓના પદાધિકારીઓને બુધવારે ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ ઉપસ્થિત રહેવા જણાવાયું છે. જેમાં નગરપાલિકાના કાર્યોની સમીક્ષા ઉપરાંત લોકસભા ચૂંટણીમાં જિલ્લામાં કોંગ્રેસનો વિજય થતા તેની સમીક્ષા કરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બનાસકાંઠા જિલ્લાની ડીસા, પાલનપુર, ભાભર અને થરા નગરપાલિકાના હોદ્દેદારોને ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ ઉપસ્થિત રહેવાનું તેડું આવ્યું છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થયા બાદ શહેરી વિસ્તારોમાંથી ભાજપને જોઈએ તેવી લીડ ન મળતા તેની નોંધ કેન્દ્રીય કાર્યાલય સુધી લેવાઇ છે. બનાસકાંઠા બેઠકમાં આવતી ડીસા પાલનપુર અને ભાભર ત્રણેય પાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં માત્ર ડીસામાં જ 19 હજારની લીડ શહેરી વિસ્તારમાંથી મળી હતી. જ્યારે પાલનપુરમાં ભાજપ માઇનસ રહ્યું હતું.

જેથી ચૂંટણી બાદ શહેરી વિસ્તારમાં લીડ ન મળવાના કારણો જાણવા ભાજપે કવાયત હાથ ધરી હતી. ત્યારબાદ હવે બાજી ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંભાળી હોવાથી નગરપાલિકાની કામગીરીની સમીક્ષાઓ કરવા તેમજ લોકસભા ચૂંટણીમાં લીડ ન મળવાના લેખાંજોખા કરવા દરેક નગરપાલિકાના પ્રમુખ,શાસક પક્ષના નેતા,દંડક સહિત મુખ્ય હોદ્દેદારોને બુધવારે ગાંધીનગર હાજર રહેવા ફરમાન કરાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×