गुड मॉर्निंग न्यूज़पाटन जिला

હારીજ ના નાણાં ગામે કરંટ લાગતા સાસુ – વહુ નું મોત : દિકરો ઇજાગ્રસ્ત

 

હારીજ તાલુકાના નાણાં ગામે  મંગળવારે વહેલી સવારે એક ગોઝારી ઘટના બનવા પામી હતી જેમાં વરસતા વરસાદમાં કરંટ લાગવાની ઘટના બની હતી જેમાં સાસુને કરંટ લાગતા તેને બચાવવા માટે દોડી ગયેલી વહુ અને દિકરો દોડી આવ્યા હતા જેમાંથી સાસુ વહુ નું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું જયારે દિકરો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જીલ્લા ના હારીજ તાલુકાના નાણાં ગામે મંગળવારે એક ગોઝારી ઘટના બની હતી જેમાં નાણાં ગામે આવેલ ગાળા વિસ્તારમાં રહેતા પરિવારના મકાનમાં એકાએક કરંટનો પ્રવાહ ચાલું થતા પરિવાર ના કેશાબેન મફાજી ઠાકોર ને કરંટ લાગતા જેની જાણ પોતાના દિકરાની વહું સેજલબેન અને દિકરો અલ્કેશજી ને થતા તેઓ બચાવવા માટે દોડી ગયા હતા ત્યારે કરંટના પ્રવાહ થી સાસુ કેશાબેન મફાજી તથા સેજલબેનઅલ્કેશજી નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.જ્યારે દિકરા અલ્કેશજી ને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ સમગ્ર પંથકમાં થતાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×