गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

સાંતલપુરના સીંધાડા પાસેની આઈ માતા કેમિકલ ફેક્ટરીમાં સેફટી વગર કામ કરી રહેલ મજુરનું બોઇલરમાં પટકાતા મોત

 

મૃતક મજૂરના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે લાશ નો અસ્વીકાર કર્યો;અગાઉ પણ આ ફેક્ટરીને માર્ગ પર કેમિકલ ઢોળવા મામલે તંત્ર દ્વારા સીલ કરાઈ હતી: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિધાડા ગામ પાસે ચાલતી અને અગાઉ વિવાદ ના કારણે સીલ કરાયેલી આઈ માતા કેમિકલ્સ ફેકટરી માં કામ કરી રહેલા મજુર નું બુધવારે બોયલર માં પડી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિંધાડા ગામ નજીક આવેલ આઇ માતા કેમિકલ ફેક્ટરમાં સેફ્ટી વીના કેમિકલ બોયલ પર કામ કરતો તાહિરભાઈ ઠેબા નામના મજુર યુવાનનો વરસાદ ના કારણે પગ લપસતાં તે બોયલરમા પટકાતાં ગંભીર ઈજાઓ ના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

ખનીજ માટી માંથી કેમિકલ બનાવતી આઈ માતા નામની આ ફેકટરીને અગાઉ પણ રસ્તા પર કેમિકલ ઢોળવાના કારણે તંત્ર દ્વારા સિલ કરવાની ફરજ પડી હતી. ત્યારે બુધવારે સેફટી વગર મજુર પાસે કરાવાતી કામગીરી દરમ્યાન મજુર નું બોયલર મા પટકાવાથી મોત નિપજ્યું હોવાની ઘટના પગલે આ કેમિકલ ફેકટરીની વધુ એક લાપરવાહી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તંત્ર દ્વારા આ ફેક્ટરી ના માલિક સહિત સંચાલકો સામે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પંથકના લોકોમાં પ્રબળ બનવા પામી છે જોકે બોઇલરમાં પટકાવાથી થયેલા મજુરના મોત મામલે પરિવારજનોએ યોગ્ય ન્યાય ની માગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર  કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તો આ બનાવ બાબતે પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની ફરિયાદ થઈ હોવાનું જાણી શકાયું નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×