गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા સેવા સદન થી વારાહી હાઇવે સર્વિસ રોડ,લજપત નગર થી હારીજ બાયપાસ રોડ, સીસી રોડનું 3.38 કરોડનું નીવિદા બહાર પાડ્યું, પાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર બહાર પાડતા નિવિદા કેન્સલ કરવાની કોંગ્રેસની માંગ..

નીવિદા કેન્સલ કરવા આવેદનપત્ર અપાયું, કેન્સલ નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કોંગ્રેસ પક્ષ દ્વારા અહિંસા લડત ની ચીમકી..

 

ભ્રષ્ટાચાર સામે ધરણાં,ઉપવાસ અને પ્રજા જાગૃતિ નો કાર્યક્રમ આગામી સમયમાં અપાશે: કૉંગ્રેસ

નગર પાલિકા ના અધિકારીઓ દ્વારા બિલ્ડરો ને ફાયદા કરાવવાનું કારસ્તાન: કોંગ્રેસ

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ફરી વધુ એકવાર વિવાદ સર્જાયો છે.નવીન તાલુકા સેવા સદન થી વારાહી હાઇવે સર્વિસ રોડને લઇને પેપરમાં નીવિદા બહાર પાડવામાં આવ્યું છે.જે પાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર બહાર પાડતા નિવિદા કેન્સલ કરવાની કોંગ્રેસ દ્વારા માંગ ઉઠી છે.નગર પાલિકા ના અધિકારીઓ દ્વારા બિલ્ડરો ને ફાયદા કરાવવાનું કારસ્તાન છે તેવું કોંગ્રેસ સમિતી પ્રમુખ અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ પણ નીવિદા કેન્સલ કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કોંગ્રેસ પક્ષ દ્વારા અહિંસા લડત ની ચીમકી ઉચ્ચારી છે અને ભ્રષ્ટાચાર સામે ધરણાં,ઉપવાસ અને પ્રજા જાગૃતિ નો કાર્યક્રમ આગામી સમયમાં અપાશે તેવું કૉંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે

તાજેતર માં રાધનપુર નગર પાલિકા દ્વારા રાધનપુર શહેર માં મામલતદાર કચેરી થી જે લજપત નગર થી વારાહી હાઈવે સુધી ક્રોસ રોડ એક જ સી.સી. રોડ જેની અંદાજિત કિંમત 3,38,,65,216. ત્રણ કરોડ આડત્રીસ લાખ પાંસઠ હજાર બસો સોળ રૂપિયા નું એક જ કામ આ રોડ ની પેપર માં નીવિદા આપી દેવામાં આવી છે.ત્યારે આશ્ચર્ય નવાઈ ની વાત તો એ છે કે આ જગ્યાએ માત્ર ને માત્ર રાધનપુર શહેર ના જાણીતા બિલ્ડરો ના બિનખેતી થયેલા ખેતરો આવેલા છે. તેમને લાભ કરાવવા જમીનો ના ભાવ ઊંચા લાવવા તેમજ પ્લોટ ના ભાવો ઊંચા લાવવા માટે નગર પાલિકા ના આવા અધિકારીઓ દ્વારા રાધનપુર શહેર ની આમ જનતા ના જાહેર હિતો વિરૂદ્ધ પ્રવૃતિ કરી રહ્યા છે તેવું કોંગ્રેસ પક્ષ સહિત શહેરીજનો પાસે જાણવા મળી રહ્યું છે તેમજ વિરોધ નાં શુર શરૂ થઈ ગયા છે.

રાધનપુર શહેરમાં જુઓ તો દરેક વોર્ડ દીઠ રસ્તાઓ તૂટી જવા પામ્યા છે.ગટર ના પ્રશ્નો, સફાઈ ના પ્રશ્નો છે. રાધનપુર શહેર માં એક પણ વિસ્તાર એવો નથી કે રોડ રસ્તાઓ સારા હોય ખરેખર તો લોકો ટેક્સ ભરે છે અને ટેક્સ ના પૈસા સરકાર દ્વારા લોક હિત ના કામો માં વપરાય તે હેતુ થી ગ્રાન્ટ આપે છે. તો લોકોની પાયાની સુવિધાઓ ને પહેલા પ્રયોરિટી આપવી જોઈએ જેની જગ્યાએ બિલ્ડરો ને પ્રયોરિટી આપતા અનેક સવાલો ઉભા થયા છે.આવા કરોડો રૂપિયા ના કામો જો રાધનપુર શહેર માં આમ જનતા ના વિકાસ ના કામો માં વાપરવામાં આવે તો રાધનપુર શહેર માં 70 ટકા પ્રશ્નો સોલ્વ થઈ શકે તેમ છે. પરંતુ રાધનપુર શહેરની કમનસીબી કે આવા અધિકારીઓ ને આમ જનતા નહી પરંતુ બિલ્ડરો જ વ્હાલા છે તેવું સ્પષ્ટ દેખાય છે. ત્યારે ખરેખર તો રાધનપુર શહેર ની જનતા હવે આકરા પાણીએ હોય તેવું લાગી રહ્યું છે. આવા જે કામો શહેર ની અંદર કરવાના બદલે ગામ ની બહાર અને ત્યાં પણ કોઈ રહેણાંક વિસ્તાર નથી ત્યાં માત્ર બિલ્ડરો ના ખેતરો અને બિનખેતી થયેલા ખેતરો જ છે. તો રાધનપુર શહેર માં કેમ રોડ રસ્તા, સફાઈ, ગટર, પીવાના પાણી વિગેરે કામ માં કેમ ગ્રાન્ટ નથી વાપરવામાં આવતી અને કેમ ગામ લોકો ના જાહેર હિત માં પ્રશ્નો સોલ્વ કરતા નથી અને એવું સ્પષ્ટ દેખાય છે કે આ વહીવટ ખરેખર સરકાર કે પાલિકા ના અધિકારીઓ નહી પણ બિલ્ડરો ચલાવી રહ્યા છે.

હવે રાધનપુર શહેર ની આમ જનતા ને જાગૃત બનાવવા કોંગ્રેસ અડીખમ છે અને આવા જે કામો છે તે ગામ હિતમાં લોકો ના જાહેર હિત માં પ્રયોરિટી ના કામો માં જ ઉપયોગ થા તે માટે સૌ શહેરીજનો પણ જણાવી રહ્યા છે. અને આ માટે આવા કામો રદ કરીને ગામ હિતમાં નિર્ણય લેવામાં આવે તો જ આપણું રાધનપુર શહેર સ્વચ્છ અને સુંદર શહેર બનશે તેવું કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

એકજ સીસી રોડમાં 3.38 કરોડ ખર્ચાશે,જેમાં માત્ર બિલ્ડરોને લાભ થશે..આ જગ્યાએ માત્ર ને માત્ર રાધનપુરના જાણીતા બિલ્ડરોના બિનખેતી થયેલા ખેતરો આવેલ હોય તેમને લાભ કરાવવા અને પ્લોટના ભાવો ઊંચા લાવવા પાલિકાના અધિકારીઓ દ્વારા જાહેરહિત વિરુદ્ધ પ્રવૃત્તિ, રાધનપુર શહેરમાં આવા કરોડો રૂપિયાના કામો જો વિકાસના કામો માં વાપરવામાં આવે તો 70% પ્રશ્નો શહેરના સોલ્વ થઈ જશે: કોંગ્રેસ

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×