क्राइमगुजरातगुड मॉर्निंग न्यूज़टॉप न्यूज़राज्य

અંકલેશ્વર 3.68 લાખના ગાંજા સાથે સગીરની અટકાયત, 5 વોન્ટેડ જાહેર

અંકલેશ્વર  3.68 લાખના ગાંજા સાથે સગીરની અટકાયત, 5 વોન્ટેડ જાહેર

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી બી ડિવિઝન પોલીસે 3 લાખ 68 હજાર રૂપિયાના ગાંજાના જથ્થા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડી પાડયો હતો અને પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે વાલિયા ચોકડી નજીક હોટલ તરફ જવાના નાળા પાસેથી ચાર ટ્રાવેલીંગ બેગમાંથી ગાંજાના જથ્થા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને પકડી પાડયો હતો.

બી ડિવિઝન પોલીસે રૂપિયા 3 લાખ 68 હજારનો ગાંજાનો જથ્થો કબ્જે કરી રાહુલ, રાજ, પાંડુ ,અને રાકેશ તેમજ તેમના શેઠને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×