गुजरातटॉप न्यूज़बनासकांठा

વેડંચા માં જહુધામ ખાતે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરની સાકર તુલા કરવામાં આવી

પાલનપુર તાલુકાના વેડંચા ખાતે જહુ ધામ, બહુચર નગર ખાતે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરની સાકર તુલા કરવામાં આવી હતી.

 

જહુ ધામ બહુચર નગર વેડંચા માતાજી ની આસ્થાનું પ્રતીક છે. અહીં દર રવિવારે શ્રધ્ધાળુંઓ માતાજી ના દર્શનાર્થે આવે છે. જ્યારે લોકસભા ના  ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભર્યું ત્યાર પછી ગેનીબેનના સમર્થકો એ જહુ ધામ ખાતે માતાજી ના દર્શન કરાવી માનતા માની હતી. ગેનીબેન ઠાકોર ને વિજય મળે તો સાકર ભારો ભાર જોખવા એ પ્રમાણે ગેનીબેન ઠાકોર ની જીત થતા આ માનતા પુરી કરવા માટે આજ રોજ અઢારે આલમ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિતી સાથે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ધજા ચડાવી માતાજી ના દર્શન કરી સમર્થકો ની માનતા પૂર્ણ કરી જહુ ધામ ના ભુવાજી પ્રવિણસિંહ રાજપુત દ્વારા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ને સાલ ઓઢાડી ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.

સાથે સાથે તમામ આગેવાનો નું પણ સાલ અને ટ્રોફી આપી સન્માન કર્યું હતું. વેડંચા ગામ ના સરપંચ સહિત વેડંચા ગ્રામજનો એ બેન ને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જીત અપાવવા બદલ સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બનાસવાસીઓ ની મુશ્કેલી ના  નિવારણ માટે સરકાર માં દમદાર રજુઆત કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે વેડંચા સહિત આસપાસ ના ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×