गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના તા.સાંતલપુર,જિ.પાટણમાં (ધોકાવાડા -બરારા રોડ)પર વરસાદી પાણીના નિકાલ બાબત…

 

સવિનય ઉપરોક્ત વિષયના અનુંસંધાને આપ સાહેબશ્રીને ખાસ જણાવવાનું કે મોજે ગામ ધોકાવાડા, તા.સાંતલપુર,જિ.પાટણમાં (ધોકાવાડા -બરાર‍ા) રોડ પર વરસાદી પાણી ખુબ ભરાય છે. સને.2019-20 મા આ રસ્તો બનાવવામા આવેલ પરંતુ ઈન્ચાર્જ એન્જિનિયર ની લાપરવાહી ના કારણે યોગ્ય લેવલ ના કાઢવાના કારણે ગામ વચ્ચે વસ્તી વસવાટ વિસ્તારમાં જ પાણીનો ભરાવ થાય છે.

– આ રસ્તા ની વિશેષતાઓ ની વાત કરવામા આવે તો અમારા ચોરાડ પંથકના મહત્વના રસ્તોઓ પૈકી આ રસ્તો 10-12 ગામો ને જોડતો મહત્વનો રસ્તો છે.

– અમારા વિસ્તાર માટે આસ્થા નું કેન્દ્ર શ્રી મહાકાલી માતાજી (ચોરાડ દેવી) આલુવાસ જવા માટે આ રસ્તો ખુબ મહત્વ નો અને ઉપયોગી છે.

– જગ પ્રસિદ્ધ અને ગુજરાતભર મા એક માત્ર કપિલ ભગવાન અને પાંડવો તેમજ દ્રોપદી માતાજીનું મંદીર આલુવાસ મુકામે સ્થાપિત છે.તો ત્યા જવાનો એક માત્ર આ રસ્તો છે.

– ચંડેશ્વર મહાદેવ (પિત્ તર્પણ) અને પ્રાચીન મંદીર ને જોડતો આ મહત્વનો રસ્તો છે.

– આમ હિન્દુ ધર્મ ની શ્રધ્ધા થી જોડાયેલો મહત્વનો આ રસ્તો હોવાથી યાત્રીઓને ચોમાસામા ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.

– ભારતીય લશ્કર માટે પણ આ રસ્તો ખુબ મહત્વનો છે.BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) માટે ખુબ ઉપયોગી રસ્તો છે.જેમા જાખોત્રા- એવાલ BOP, ઝઝામ BOP, ફાંગલી BOP, અને મોવાણા BOP ને જોડતો એક માત્ર આ રસ્તો હોવાથી ચોમાસા મા સૈનિકો ને મુશકેલીઓ પડે છે.

આપણા સોના સન્માનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સુત્ર “સૌના સાથ સૌનો વિકાસ” ના સુત્ર ને સાર્થક કરવા  સને.2011 મ‍ા એશિયા નો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ચારણકા મુકામે કાર્યરત કરવામા આવેલ તેમજ 2023 મા એવાલ મુકામે રણ સફારી નો પ્રોજેક્ટ કાર્યરત કરેલ બન્ને પ્રોજેકટ ને જોડતો આ રસ્તો હોવાથી દેશ -વિદેશ ના પર્યટનકો ને ચોમાસા મા ખુબ હાલાકી નો સામનો કરવો પડે છે.

– વિસ્તારમાં માત્ર 2 જ ઉચ્ચતર માધ્યમિક સંકુલો આવેલ હોવાથી વિદ્યાર્થીઓ ને ખુબ હાલાકી વરસાદી પાણી ના લેવાથી પડે છે.

વિસ્તારમાં જયારે ભારતીય જનતા પાર્ટી વિકાસ ના કામો ને વેગ આપતી હોય ત્યારે આ રસ્તા પર પણ વરસાદી પાણી ના નિકલ બાબતે યોગ્ય કરવામા આવે તેવી આપ સમક્ષ અમારી ન્રમ વિનંતી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×