गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

એમ.બી.બી.એસ ના વિધાર્થીઓ ની ફી વધારા મામલે પાટણ ધારપુર મેડિકલ કોલેજ ખાતે વિધાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું

 

NSUI દ્વારા કોલેજ કેમ્પસમાં અને ABVP દ્રારા રોડ બ્લોક કરી સુત્રોચ્ચાર કરતાં પોલીસે અટકાયત કરી: રાજ્યભરમાં GMERS કોલેજ દ્વારા MBBS ની ફીમાં કરેલા અસહ્ય વધારાનો સમગ્ર ગુજરાત માં વિરોધ ઉઠ્યો છે ત્યારે વિધાર્થી સંગઠન NSUI અને ABVP પાટણ દ્વારા સંયુક્ત રીતે શુક્રવારે પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી ફી વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચવાની માગ સાથે ડીન ને આવેદનપત્ર સુપ્રત કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

NSUI અને ABVP ના કાર્યકરોએ ફી વધારા મામલે ડીનને રજૂઆત કરી તાત્કાલિક અસરથી ફી વધારો પરત ખેંચી વિધાર્થી હિતમાં નિર્ણય કરવા જણાવ્યું હતું. ફી વધારાના વિરોધ મા NSUI ના કાર્યકરો એ ધારપુર મેડિકલ કોલેજ કેમ્પસમાં દેખાવો કરી ફી વધારો પરત ખેંચવાની માગ કરી હતી જયારે ABVP ના કાર્યકરો એ ધારપુર હોસ્પિટલ સામે હાઈવે માગૅ પર ચકકાજામ કરી ફી વધારો પાછો ખેંચવાની માગ સાથે સુત્રોચ્ચાર કરતાં અને આ બાબતે પોલીસ ને જાણ કરાતાં પોલીસે ધારપુર હોસ્પિટલ ખાતે દોડી આવી વિરોધ પ્રદર્શન કરી રહેલા વિધાર્થી સંગઠનના કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી.

પાટણ NSUI અને ABVP દ્રારા પાટણ ધારપુર મેડિકલ કોલેજ ખાતે ફી વધારા મામલે કરાયેલ વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવાના આ કાર્યક્રમ ને લઇ ધારપુર મેડિકલ કોલેજ ના જવાબદાર એડિશનલડિન દ્વારા ફી વધારા ને લઈ ચાર થી પાંચ દીવસ માં વિધાર્થી ના હીત માં નિણર્ય લેવામાં આવશે તેવું આશ્વાશન વિધાર્થી સંગઠનને આપવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×