गुजरातटॉप न्यूज़बनासकांठा

પાલનપુરના મેડિપોલીસમાં તબીબની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાના આક્ષેપો

 

સીટી સ્કેનમાં હાઇડોઇઝ આપતા મોત નીપજ્યું હોવાના આક્ષેપો: પાલનપુર-ડીસા હાઇવે પર સ્થિત મેડીપોલીસમાં ડોક્ટરની કથિત બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાના આક્ષેપો સાથે મૃતકના સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. જોકે, ઘટનાની જાણ થતાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દોડી આવી હતી.

પાલનપુરના મેડીપોલીસ ખાતે આવેલ જાગૃતિ ઇમેઝિંગ સેન્ટરના ડોક્ટરની કથિત બેદરકારીને કારણે કરજોડા ગામના  49 વર્ષીય રમેશ ભાઈ નાઈ નામના દર્દીનું મોત થયું હોવાના આક્ષેપો મૃતકના સ્વજનો એ કર્યા હતા. મૃતકના કાકા સુરેશ ભાઈ નાઈના જણાવ્યા મુજબ, તેઓના ભત્રીજાને સિટી સ્કેન કરાવવા લાવ્યા હતા. જે સાજો સમ આવ્યો હતો. પણ સિટી સ્કેન માં હાઈ ડોઝ આપવાનાં કારણે તેમના ભત્રીજાનું મોત થયુ હોવાનો  આક્ષેપ કરતા તેઓએ ન્યાયની ગુહાર લગાવી હતી.

જ્યારે મૃતકના સગા પંકજભાઈ નાઈએ પણ ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. તેઓના આક્ષેપ મુજબ અનકવોલિફાઇડ વ્યક્તિએ હાઈડોઝ આપતા મોત નીપજ્યું હોઈ ન્યાય નહિ મળે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, મૃતકના પરિવારજનોના આક્રોશને લઈને પાલનપુર પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં બેદરકારી બદલ ડોક્ટર સામે ગુનો દાખલ કરાવવા માટે  પરિવાર જનોએ તજવીજ હાથ ધરી હતી: દરમિયાન, તબીબ ડો.ભૌમિક વારડેએ મૃતકના પરિવારજનોના આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે, દર્દીનું પૂરી બોડી નું સિટી સ્કેન કરવાનું હતું. જે પ્રક્રિયા દરમ્યાન દર્દી ને ઠંડી લાગતા તેને આઇસીયુ માં એડમીટ કરાયા હતા. જ્યાં એડમિટ કરાયા બાદ દર્દીનું અચાનક મોત થયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×