गुजरातटॉप न्यूज़पाटन जिला

રાધનપુરના ભાભર ત્રણ રસ્તા ઉપર મસમોટા ખાડા ખાબોચિયાને લઇને અકસ્માત ની ઘટનાઓમાં વધારો..પાલિકા ની બેદરકારી સામે અનેક સવાલો..

રાધનપુરમાં વરસાદી પાણી નો યોગ્ય નિકાલ નહી થતાં રાધનપુરમાં ખાડા ખાબોચિયા નું સામ્રાજ્ય: સ્થાનિક લોકો વાહન ચાલકો સહિત વેપારીઓ પરેશાન બન્યા...

 

છેલ્લા ચાર વર્ષથી આ વિકાસકાર્યોની આડઅસર આમજનતા ભોગવી રહી છે.અને નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાકટર નાં પાપે લોકો હાલાકી વેઠવી રહ્યા છે..

પાટણ જિલ્લાના રાધનપુર શહેરના ભાભર ત્રણ રસ્તા ઉપર મસમોટા ખાડા ખાબોચિયાને લઇને અકસ્માત ની ઘટનાઓ ઘટી રહી છે.તેમજ શહેરમાં વરસાદી પાણી નો યોગ્ય નિકાલ નહી થતાં રાધનપુરમાં ખાડા ખાબોચિયાનું સામ્રાજ્ય મોટાં પાયે જોવા મળી રહ્યું છે.ત્યારે શહેરના સ્થાનિક લોકો વાહન ચાલકો સહિત વેપારીઓ પરેશાન બન્યા છે.રાધનપુરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં રોડ રસ્તા પર વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે.ત્યારે પાલિકા ની બેદરકારી સામે વેપારીઓ અને જનતા લાલઘૂમ જોવા મળી રહ્યા છે.

રાધનપુરના ભાભર ત્રણ રસ્તા બસ સ્ટેન્ડ જવાના માર્ગ પર કાદવ કીચડનાં ભારે સામ્રાજય થી સ્થાનિક લોકો ભારે પરેશાન બન્યા છે. આ રસ્તે જતા વાહન ચાલકો અનેકવાર અકસ્માત નો ભોગ બન્યા છે.ત્યારે તાજેતર મા જ અહીંયા બાઈક સવાર મોટી ઉંમરના વડીલ ઈજાગ્રસ્ત બન્યા ની ઘટના સામે આવી હતી. તો અહીંયા આ માર્ગ પર બાઇક સવાર લોકો ક્યારેક કોઈ પોતાનો કીમતી સામાન લઈને જતા હોય ત્યારે અહીંયા આ વિસ્તારમાં કિંમતી સામાન સાથે લોકો અકસ્માત નાં ભોગ બની રહ્યા છે.ત્યારે એક તરફ અકસ્માત ની ભિતી સાથેજ લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.ત્યારે પાલિકા ની ઘોર બેદરકારી અને નિષ્ક્રિય

કામગીરીને કારણે વારંવાર ચોમાસા દરમિયાન અહીંયા થતાં અકસ્માત ક્યારે અટકશે તે જોવું રહ્યું .!! હાલ તો શહેરમાં પાલિકા તંત્ર સદંતર રાધનપુર શહેરમાં પ્રિ મોન્સુન કામગીરી માં નિષ્ફળ નીવડી છે તેવું સ્થાનિક લોકો સહિત વેપારીઓ જણાવી રહ્યા છે.

રાધનપુરના જાહેર રોડ રસ્તા પરથી વાહન લઈને પસાર થવું માથાના દુઃખાવા સમાન બન્યું છે.

 

રાધનપુર નગરપાલિકા શાસિત માર્ગની ભારે દુર્દશા જોવા મળી રહી છે.તાજેતરમાં જ થયેલા સામાન્ય અને હળવા વરસાદે પણ બજારમાં તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.જેનું એકમાત્ર કારણ પાલિકા ની નિષ્ફળ કામગીરી અને સતાધિસો ની કોન્ટ્રાક્ટરો ની મીલીભગત જે યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જોવા મળી છે. શહેર માં હળવો વરસાદ વરસ્યો અને વિરામ લીધાને દિવસો વિત્યા નથી ત્યારે જાહેર માર્ગોની ઉપર કાદવ કિચ્ચડ અને લપસણો તેમજ ઉબડ ખાબડ જાહેર માર્ગો બની ગયા છે.ને પાલિકા ની કામગીરી ની પોલ છતી કરી છે અને શહેરમાં વાહન ચાલકો માટે આ રોડ રસ્તા હવે ભયજનક બની રહ્યા છે.

ભાભર ત્રણ રસ્તા ઉપર આસ્થા હોસ્પિટલ, સામવેદ હોસ્પિટલ સદારામ હોસ્પિટલ સહિત ની અનેક નામી હોસ્પિટલો આવેલ છે.ત્યારે આ વિસ્તારના હજારો નાગરિકો અને દર્દીઓ વરસાદી ગંદકીને લઈ નર્કની યાતના ભોગવી રહ્યા છે.ત્યારે સત્તાના નશામાં ધૂત અને મસ્ત બનેલા નગરપાલિકાના સતાધીશો સામાન્ય નગરજનોની આ વેદના સમજવા કે તેના નિરાકરણ માટે કોઈ જ રસ દાખવી રહ્યું નથી તેવું ચોક્કસ લાગી રહ્યું છે. કારણ કે રાધનપુર શહેરમાં સામાન્ય વરસાદ પણ નાગરિકોનું જીવન ખૂબ પ્રભાવિત અને અસ્તવ્યસ્ત કરી દે છે. ત્યારે નવી નવી વિકાસની વાતો અને આયોજનોના શેખી હાંકતા પાલિકાનાં સત્તાધીશો સામાન્ય નગરજનોની પીડા અને મુશ્કેલીઓ દૂર કરવામાં જરાય રસ દાખવતા જોવા મળ્યા નથી.તેમજ આ માર્ગો કાદવકીચડથી ખદબદી રહ્યાં છે.

અહીંયા પ્રતિષ્ઠિત હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારની

સોસાયટીઓના નાગરિકો અને દર્દીઓને પાણીના ભરાવા અને ખાડા ખાબોચિયા તેમજ ગંદકીને લઈ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.આ વિસ્તારમાં નાગરિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવા મજબૂર બન્યા છે.રોજબરોજના અકસ્માતો અને વાહનો ખાડાઓ માં પટકાતા વાહનો સામસામે આવી જતા અકસ્માતો ની ઘટનાઓ બની રહી છે સાથેજ બાઇકમાં બે સવારીએ જતા બાઈક ચાલકોને કાદવમાં ઉતરીને જવું પડી રહ્યું છે.આ અંગે વિસ્તાર ના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી આ વિકાસકાર્યોની આડઅસર આમજનતા ભોગવી રહી છે.અને નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાકટર નાં પાપે આ વિસ્તારના નાગરિકોની યાતના સમજે અને સંવેદનશીલતા રાખી આ સમસ્યાઓનો તુરંત ઉકેલ લાવે તે જરૂરી છે.અન્યથા હવે અમારે જન આંદોલનનો માર્ગ અપનાવવો પડે તે હદે ત્રાસી ગયા છીએ તેવું લોકો જણાવી રહ્યા છે.તેમજ જો ટુંક સમયમાં પાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહિ આવે તો આવનાર સમયમાં હવે જન આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિક લોકોએ ઉચ્ચારી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×