गुजरातटॉप न्यूज़बनासकांठा

દુદાસણ ની બનાસ નદી માંથી અવરલોડ અને ખુલ્લી રેતી ભરી જતા પર – પ્રાતિય ટ્રેલરો ; તંત્ર દ્વારા આંખ આડા કાન

દુદાસણ ની બનાસ નદીમાંથી અવરલોડ અને ખુલ્લી રેતી ભરી જતા પર-પ્રાતિય ટ્રેલરો : કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં મોટા પ્રમાણ માં બીનઅધિકૃત રેતી ખનન થઇ રહ્યું છે. ત્યારે જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી જોયા કરે છે અને લોકો પરેશાન થઇ રહ્યા છે.

 

કાંકરેજ તાલુકાના દુદાસણ કસલપુરા જામપુર કંબોઇ વિસ્તારની બનાસ નદી માં આડેધડ રેતી ચોરી થઇ રહી છે. જેમાં દુદાસણ કસલપુરા બનાસ નદી માંથી  અવરલોડ અને  કોઈપણ આવરણ ઢાંક્યા વિના બેફામ દોડતા રાજસ્થાન અને દિવ દમણ મા રજીસ્ટર પારસીંગ થયેલા ટ્રેઈલરો મન ફાવે તેવી રીતે રેતી ભરી કોઈ આવરણ ઢાંક્ય વિના દુદાસણ તરફ થી કંબોઇ ચાર રસ્તા થી પાટણ તરફ થઇ રાજસ્થાન તરફ અવરલોડ રેતી ભરી જઈ રહ્યા છે. અને આ ખુલ્લી રેતી ના કારણે રોડ પર ચાલતા જતા ખેડૂતો અને નાના વાહનો જેવાકે બાઈક કાર ટ્રેક્ટર ચાલકો રેતી ઉડવા થી પોકારી ગયા છે. જેમાં વધુ તો રોડ પર થી કંબોઇ હાઈસ્કૂલ અને પ્રા.શાળા મા જતા બાળકો ને પણ આખુલ્લી રેતી ભરી દોડતા ટ્રેલરો થી ત્રાહિમમ પોકારી ગયા છે.

ત્યારે લોકો ની માગ છે. કે બનાસકાંઠા કલેકટર અને ખાણ ખનીજ દ્વારા આ ખુલ્લી રેતી ભરી બેફામ દોડતા ટ્રેલરો પર કડક કાર્યવાહી કરી દંડ ફટાકરવા જોઈએ અને આ દુદાસણ બનાસ નદી મા જવા માટે નદી કંબોઇ ચાર રસ્તા કે જે પાટણ શિહોરી હાઇવે થી સીધા બનાસનદી માંથી રસ્તો નદી માં જ છે ત્યાંથી સીધા દુદાસણ રેતી ભરવા જવાય પરંતુ તંત્ર ની મીલીભગત થી શાળામાં અભ્યાંસ માટે આવતા બાળકો ને જીવનું જોખમ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×