गुजरातटॉप न्यूज़बनासकांठा

રેતી ખનન : કાંકરેજ મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ ના સંયુક્ત ઓપરેશન માં ત્રણ ડમ્પર સામે દંડનીય કાર્યવાહી

કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં થી પસાર થતી બનાસ નદીના પટમાં થી રેતી ખનન બાબતે કાંકરેજ મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ ના સંયુક્ત ઓપરેશન માં ત્રણ ડમ્પર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી

 

કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન બાબતે પાલનપુર ખાણ ખનીજ વિભાગ અને કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન બાબતે અવાર નવાર ફરિયાદો મળતી હોય છે. ત્યારે હવે કાંકરેજ મામલતદાર ભરતભાઇ દરજી એ ઓચિંતી તપાસ હાથ ધરી હતી જેમાં કાંકરેજ તાલુકાના દુદાસણ ની નદીમાંથી રેતી ભરેલ ડમ્પર નંબર GJ.24.X.1849 ને ઉભી રાખવા માટે કહેતાં ગાડીના ચાલકે પુરઝડપે હંકારી મૂકી હતી. અને ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો જેમાં કાંકરેજ મામલતદાર એ તાત્કાલિક અસરથી પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી હતી.

પાટણ જિલ્લાના સાંપ્રા ગામના રોડ પરથી ગાડી ઝડપી પાડી ને વધુ પૂછપરછ કરતાં કોઈ પણ પાસ પરમિટ વગર બિન અધિકૃત રીતે સાદી રેતી ભરેલા ડમ્પર સામે પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. અને ત્યારબાદ દુદાસણ ગામેથી પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને કાંકરેજ મામલતદારે સાદી રેતી ભરેલા બે ડમ્પરો રોયલ્ટી કે પાસ પરમીટ વગર ને સીઝ કરી ને શિહોરી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે કાંકરેજ તાલુકાના અધિકૃત અને બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા ભૂમાફિયાઓ માં ભારે ફફડાટ ફેલાયો છે.

જોકે હવે કાંકરેજ તાલુકા તંત્ર અને પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા આવી રીતે ચોક્કસ નિર્ધારિત સમયમાં ઓચિંતી તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં રેતી ચોરીનો કાળો કારોબાર થતો અટકી જાય અને સરકારની તિજોરીને નુકશાન થતું બચીજાય ત્યારે હવે રોડ ઉપર રેતી ભરેલા ડમ્પરો તાડપત્રી ઢાંક્યા વિના બેરોકટોક પસાર થઈ રહ્યા છે. અને એમના ઉપર પણ હવે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નાના વાહન ચાલકો અને રાહદારીઓ કરી રહ્યા છે જોકે કાંકરેજ મામલતદાર અને પાલનપુર ખાણ ખનિજ વિભાગની કામગીરી સરાહનીય માનવામાં આવે જેથી કરીને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો પણ ડર લાગે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×