गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણના મહેમદપુર ગામે પ્રાકૃતિક ખેતી વિષય અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઈ..

કિસાન ગોષ્ઠીમાં ખેડૂતોને ઓછામાં ઓછા એક વીઘામાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા માટે આહ્વાન કરાયું...

 

પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી બાબતે મુહિમ ચાલી રહી છે. ખેડૂતો ધીરે-ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. જિલ્લા ભરમાં ગામે-ગામે પ્રાકૃતિક કૃષિ બાબતે ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે પાટણ તાલુકાના મહેમદપુર ખાતે આવેલ રામુ પ્રાકૃતિક ફાર્મ મુકામે કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મહેમદપુર ગામના પ્રગતિશીલ ખેડૂત એવા પટેલ કાંતિભાઈ મૂળજીભાઈના રામુ પ્રાકૃતિક ફાર્મ ઉપર આત્મા યોજના પાટણ દ્વારા કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેમજ પ્રાકૃતિક ખેતીના તમામ આયામો વિશેની ચર્ચા કરવામાં આવેલ હતી. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, જૈવિક અસ્ત્રો આચ્છાદન, વાફસા જેવા પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોની ચર્ચા કરવામાં આવેલ હતી. આ મિટીંગમાં હાજર રહેલ તમામ ખેડૂતોને ઓછામાં ઓછા એક વીઘામાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને જમીનનું સંરક્ષણ કરી જમીનની ફળદ્રુપતા વધારવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતુ. ગોષ્ઠીમાં ઉપસ્થિત ખેડૂતોએ ફાર્મની મુલાકાત લીધી હતી.

કિસાન ગોષ્ઠીમાં પાટણ જિલ્લાના ઉત્તર ગુજરાત સંયોજક ડી.કે. રથવી, જિલ્લા સંયોજક યશ પટેલ, તાલુકા સંયોજક બ્રિજેશ વ્યાસ, બીટીએમ આત્મા પાટણ હિતેશ પટેલ, એટીએમ આત્મા પાટણ મનોજ પટેલ, એફએમટી બાલીસણા સૌરભભાઈ પટેલ, ગ્રામસેવક કિરણબેન પરમાર તેમજ મોટી સંખ્યામાં મહેમદપુર, ખીમિયાના અને રાજપુર ગામના ખેડૂતો હાજર રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×