गुजरातटॉप न्यूज़बनासकांठा

જુનાડીસામાં જોખમી વિજ તાંણીયાથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ

 

સ્થાનિક વિજ તંત્રની ઘોર લાપરવાહીથી રોષ: ડીસા તાલુકાના જુનાડીસા ગામના હાઇવે પર આવેલ અનુસૂચિત જાતિની સોસાયટીના મુખ્ય રસ્તા પર જોખમી વીજ તાંણીયાથી રહીશોને પોતાના વાહનો બહાર મૂકવાનો વારો આવ્યો છે.જેથી વાહનો ચોરાઈ જવાના ડરથી રહીશોને રાત ઉજાગરા કરવા પડે છે. મુખ્ય માર્ગની વચમાં આવેલ તાંણીયાને ખસેડવા એક વર્ષ અગાઉ અહીંના રહીશોએ યુજીસીવીએલને લેખિતમાં જાણ કરેલ. છતાં આ બાબતે કોઈ જ નિવારણ ન થતા સોસાયટીના જાગૃત નાગરિકોએ સ્થાનિક ધારાસભ્ય તથા ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરેલ.તેમ છતાં નઘરોળ તંત્ર જાગતું નથી અને તાંણીયાને ખસેડતું નથી.

આ જોખમી તાણીયાથી ગમે ત્યારે અનિચ્છનીય ઘટના સર્જાવાની પૂરેપૂરી શકયતા છે. આ બાબતે વિજ તંત્રને લેખિત જાણ એક વર્ષ અગાઉ કરવા છતાં પરીણામ શૂન્ય રહ્યું છે.તો શું વીજ તંત્ર કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેની રાહ જુએ છે ? તેવો બળાપો રહીશો ઠાલવી રહ્યા છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ બેદરકારી દાખવનાર અને વીજ તંત્રને બદનામ કરનાર સ્થાનિક અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લઈને રહીશોને રોજીંદી હાડમારીમાંથી બચાવે તેવો જનમત પ્રવર્તે છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×