गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

ચાંદીપુરા વાઈરસ ને ધ્યાનમાં રાખીને પાટણ સિવિલ હોસ્પિટલમાં ૧૧ બેડ સાથેનો વોડૅ તૈયાર કરાયો

 

ચાંદીપુરા વાયરસની સંક્રમણથી બચવા પાટણ શહેર અને જિલ્લાના નગરજનોને અપીલ કરાઈ: છેલ્લા અઠવાડીયાથી ગુજરાતમાં ચાંદીપુરા નામના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે શહેર વિસ્તારમાં પણ વાઈરસ બેકાબૂ બનવાની તૈયારી કરી રહ્યો છે. અત્યાર સુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જ જોવા મળતી હતી,પણ હવે આ વાઈરસે મોટાં શહેરોમાં પણ પગ પેસરો કર્યો હોય તેવું જોવા મળી રહી છે.

ત્યારે પાટણ શહેર ની સિવિલ હોસ્પિટલમાં અગમચેતી ના ભાગ રૂપે એક 11 બેડ નો વોડૅ તૈયાર કરવામાં આવ્યો હોવાનું સિવિલ હોસ્પિટલના RMO ડો. પ્રિતિબેન સોનીએ જણાવ્યું હતું. છેલ્લા થોડા સમયથી રાજયના જુદા-જુદા જિલ્લાઓમાં વાયરલ એનકેફેલાઇટીસ (ચાંદીપુરા) વાયરસના ચેપ, સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોના મરણ થયેલ છે. એટલે કે ચાંદીપુરા વાયરસે ગુજરાત રાજયમાં પ્રવેશ કરી દીધો છે. ત્યારે પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયો હોય તેવો એકપણ દર્દી નોંધાયેલ નથી તેમ પાટણ સિવિલ હોસ્પિટલના RMO પ્રિતિબેન સોનીએ જણાવ્યું હતું.

વધુ માં તેઓએ જણાવ્યું હતું ચાંદીપુરા વાયરસના અગમચેતીના ભાગરૂપે પાટણ સિવિલ હોસ્પિટલમાં 11 બેડ નો એક વોડૅ અગમચેતી ના ભાગ રૂપે સિવિલ હોસ્પિટલના ઉપર ના માળે અલગ તૈયાર કરવામાં આવ્યો છે. જો વધુ જરૂરિયાત ઉભી થશે તો તેના માટે પણ તૈયારી રાખવામાં આવી છે. જેના માટે પૂરતી દવાનો સ્ટોક પણ છે. સાથે બાળ રોગ નિષ્ણાત ડોક્ટર, મેડિકલ ઓફિસર ટીમ,તેમજ અનુભવી તમામ સ્ટાફ સજ્જ રાખવામાં આવ્યા છે. જેથી કોઈ પેશન્ટ આવે તો તાત્કાલિક સારવાર મળી રહે.

વધુ માં જણાવ્યું હતું કે વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRC (ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર)માં થશે. સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે. હવે જીબીઆરસીમાં વ્યવસ્થા કરી છે, એટલે ઝડપથી રિપોર્ટ મળશે.ચાંદીપુરા વાઈરસ બાળકોને શિકાર બનાવે છે. એ મુખ્ય રીતે 9 મહિનાથી 14 વર્ષ સુધીનાં બાળકોને પ્રભાવિત કરે છે. માખી કે મચ્છરના કરડવાથી સલાઇવાથી બ્લડમાં વાઈરસ પહોંચતાં એનું સંક્રમણ ફેલાય છે.ત્યારે પાટણ શહેર અને જિલ્લાના નગરજનોને આ બાબતે સાવચેતી રાખવા તેઓએ અપીલ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×