गुजरातटॉप न्यूज़बनासकाठा

ચાંદીપુરા વાયરસના વધતા કહેર વચ્ચે કાંકરેજના થરા વિસ્તારમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારી

 

રોડ ગટરમાં ઠેર-ઠેર ગાબડાં પડ્યાં કોનો ભોગ લેશે ??: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. કોરાના ૨૦૧૯ પછી આ વાઇરસે લોકોની ઉંઘ હરામ કરી દિધી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર,દાંતા,કાંકરેજ સહિત આ વાયરસનો પગ પેસારો થયો નિર્દોષ બાળકો ભોગ બની રહયા છે. પ્રિ-મોન્સુન પ્લાનના આયોજનની બેઠકમાં કાંકરેજ ધારાસભ્યે તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાં બસ સ્ટેશનની બાજુમાં આવેલા નાના નાના જામપર રોડ પર છેલ્લા એક મહિનાથી નેશનલ હાઇવેની ગટર મોટું ગાબડું ભૂવો પૂર્યો પણ આજ દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહી થતાં લોખંડના સળિયા ડાચું ફાડી ઊભા છે, ફૂટપાથની ગટર સફાઈ તરફ નેશનલ હાઇવે ઓથોરિટીનું ઘ્યાન ગયું નથી.

થરા નગરમાં નેશનલ હાઇ-વે દ્વારા એક ફૂટથી એકવીસ ફૂટ ઊંચો ઓવર બ્રિજ બનાવી બંને સાઇડમાં ગટર સાથે સર્વીસ રોડ બનાવવામાં આવેલ પરંતુ ગટર બનાવ્યા પછી સફાઇ ઝુંબેશ ક્યારેય કરવામાં આવી નથી. સફાઇના નામે ખર્ચ થતો હશે પણ સુપરવિઝનના અભાવે ગટરના ઢાંકણાં ખોલી નાટક ભજવતા ગટરના ઢાંકણા ઠેર ઠેર તુટી ગયા છે. છતાં આજ દિવસ સુધી રિપેરિંગ કામ થતું નથી ત્યાં નાના જામપર રોડ જે ચોવીસ કલાક ઓવર લોડ રે ભરેલ ડમ્પરો દોડા દોડી કરે છે.

આ ગટરો કે લોખંડના સળિયાનો કોઈ વ્યક્તિ કે પશુ ભોગ બને તેની રાહ જોતું આ ભ્રષ્ટ તંત્ર ક્યારે જાગશે ? અષાઢ શ્રાવણના તહેવારોમાં આ બાબતે સ્થાનિક નેતા કાર્યકરો આ કામ કરાવશે કે પછી વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી છે. તેવું જ રહેશે. સફાઇ ઝુંબેશ ક્યાં? આ ગટરના ગાબડાંમાં કોઇ વૃદ્ધ બાળક કે પશુ પડશે તો? તંત્ર કોના તહેવારો બગાડશે? નેતાઓ કાર્યકરો પછી મગરના આંસુ સારવા દોડશે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×