गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણમાં બાંધકામની પરવાનગી રજુ કરેલ લેઆઉટ મુજબ કામ કરાવવા કોંગ્રેસના કાર્યકરોની રજૂઆત…

પાટણમાં બાંધકામની પરવાનગી રજુ કરેલ લેઆઉટ મુજબ કરાવવા, તેમજ જો લે આઉટ મુજબ ન હોય તો બાંધકામ દુર કરવાની માંગ કરી..

 

ગુજરાત રાજયમાં બનેલી મોરબી પુલ હોનારત દુર્ઘટના, સુરત તથશીલા અગ્રિાંડ અને રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ પાટણ શહેરમાં ન બને તે હેતુથી પાટણ શહેરની તમામ બાંધકામની પરવાનગી રજુ કરેલ લે-આઉટ મુજબ કરાવવા બાબત અને જો લે-આઉટ મુજબ બાંધકામ ન હોય તો સત્વરે દુર કરવા બાબતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા આજે શહેર કોંગ્રેસના કાર્યકરો આવ્યાં હતા, પરંતુ ચિફ ઓફિસર હાજર ન હોવાના કારણે શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા ઓ એસને 11 મુદ્દાનું આવેદનપત્ર આપ્યું હતું. જો લે આઉટ પ્રમાણે કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી.

પાટણ શહેરનો વિસ્તાર દીન પ્રતિદીન વધી રહ્યો છે. તેમજ પાટણ શહેર જિલ્લાનું વડુ મથક અને શૈક્ષણિક નગરી હોવાથી લોકો ધંધાર્થે પાટણ શહેરમાં વસવાટ માટે આવી રહ્યા છે. પાટણ શહેરમાં કોર્મશિયલ કોમ્પલેક્ષો અને રહેણાક સોસાયટીઓના બાંધકામ વધી રહ્યા છે. પાટણ શહેરમાં બનાતા કોમ્પલેક્ષો કે રહેણાંક સોસાયટીઓમાં પાટણ નગર પાલીકાના ભ્રષ્ટ્ર અધિકારીઓ અને પદાધિકારીઓની મીલી ભગતના કારણે લે-આઉટ વિરૂધ્ધ બાંધકામ નાણાકીય લેતી દેતી કરી કરવામાં આવે છે. લે-આઉટ વિરૂધ્ધના બાંધકામોમાં પાર્કીંગ, પબ્લિક ટોયલેટ બ્લોક અને ફાયર સેફટીનું કોઈ ઘ્યાન રાખવમાં આવતું નથી.જેને લઈ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દવરા પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જ્યાં ચીફ ઓફિસર હજાર ના રહેતા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરોધ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે, પાટણ શહેરમાં જુના બાંધકામો કે નવીન બાંધકામો તેમના રજુ કરેલ લે-આઉટ મુજબ થયા છે કે થાય છે તે નિરીક્ષણ કરવાની જવાબદારી યોગ્ય નિરીક્ષણ ન થવાના કારણે લે-આઉટ વિરૂધ્ધ કામગીરી સ્થળ ઉપર કરવામાં આવે છે જો આવા બાંધકામ થતા હોય તો તેને તાત્કાલીક અટકાવવામાં આવે અને તેની પરવાનગી રદ કરવા અમારી માગણી છે, લે-આઉટ વિરૂધ્ધના બાંધકામો થયેલા હોય ત્યારે જે તે વખતના અધિકારી કે કર્મચારીની જવાબદારી હોય તેની ઉપર કાયદાકીય પગલા તાત્કાલીક અસર થી ભરવા અમારી માગણી છે.બાંધકામ દરમિયાન પાર્કીંગ વ્યવસ્થા માટે ભોયરામાં લે-આઉટમાં બતાવવમાં આવે છે પરંતુ ભોયરાનું પાકીંગ બંધ કરી દેવામાં આવે છે અને આ ભોયરામાં દુકાનો બનાવીને ભાડા પર અથવા વેચી દેવામાં આવે છે તો તાત્કાલીક અસરથી તપાસ કરી જે ભોયરા લે-આઉટ મુજબ હોય તેને પાર્કીંગ વ્યવસ્થા માટે ખુલ્લા કરાવવા અને જો દુકાન કે અન્ય બાંધકામો કરેલા હોય તેને તાત્કાલીક દુર કરવા અમારી માગણી છે.

બે માળ ના બાંધકામોની મંજૂરી અગાઉ વર્ષો પહેલા લીધી હોય તેવા સ્થળ ઉપર જો ત્રીજા-ચોથા માળ ના બાંધકામ માટે નવીન મંજુરી આવે તો તેવા બાંધકામની પરવાનગી આપતા પહેલા જુની મંજુરીના પત્રો, કોમન પ્લોટ અને બતાવેલ રોડ રસ્તા યાથવત છે કે નહી તે ચેક કરી નવી મંજુરી આપવી અને જો આવી કોઈ માગણી આવેલ હોય તો તેની જુની મંજુરીનું રેકોર્ડ સત્વરે ચેક કરી યોગ્ય કરવા અમારી માગણી છે.ઈમ્પેકટ ફી નો લાભ આપવા માટે કાયદાકીય સમય મર્યાદામાં સમાવેશ અરજીઓ થાય છે કે નહી તે ખાસ જોવુ અને નિયમ મુજબ કાર્યવાહી કરવા અમારી માગણી છે.લે-આઉટ મુજબ નિયમબધ્ધ કામગીરી ન થવાના કારણે અને કોમ્પલેક્ષોમાં યોગ્ય પાર્કીંગ ન હોવાના કારણે પાર્કીંગની સમસ્યા પાટણ શહેરનો સૌથી મોટો પ્રશ્ન બન્યો છે ત્યારે પાર્કીંગ બતાવેલ જગ્યામાં બાંધકામો હોય તો તેને ખુલ્લા કરાવવા યોગ્ય કરવા અમારી માગણી છે.

સરકાર ના વખોતો વખત બાંધકામોના પબ્લિક હીત માટે સુધારા મુજબ ફાયર સેફટી માટે સરકારના નિર્દેશ અનુસાર પાણીની ટાંકી અને અન્ય જરૂરીયાત વાળી સાધનસામગ્રી હોય તેની યોગ્ય તપાસ કરીને બાંધકામની પરવાનગી આપવા અમારી માગણી છે. જે કોમ્પલેક્ષોમાં લીફટ હોય તેવા કોમ્પલેક્ષોએ લીફટ પોતાની માલીકીની જગ્યામાં બનાવેલ છે કે નહી તેની લે-આઉટ મુજબ તપાસ કરવી અને જો લે-આઉટ વિરૂધ્ધ લીફટ બનાવેલ હોય તો તેને નોટીસ આપી તાત્કાલીક અસરથી બંધ કરાવવા અમારી માગણી છે. જે પરવાનગી માટે લે-આઉટ અને નકશાઓ રજુ કરેલા હોય તે પબ્લિક હીત માટે જાહેર કરવા જોઈએ તેવા લે-આઉટ પ્લાન તથા નકશાઓ નગર પાલીકા કચેરી ખાતે અને બાંધકામ સ્થળ ઉપર જાહેરહીત માટે લગાવવાનું લેખીત લઈ ને પરવાનગી આપવા અમારી માગણી છે.રહેણાકની સોસાયટીઓમાં અને કોમશિયલ કોમ્પલેક્ષોમાં પાર્કીંગ માટે કોમન પ્લોટ લે-આઉટમાં બતાવેલ હોય પરંતુ તેની યોગ્ય સમયે વારંવાર તપાસ કરવી જો લે-આઉટમાં કોમન પ્લોટ બતાવેલ હોય અને સ્થળ ઉપર અન્ય બાંધકામ હોય તો તેને તાત્કાલીક દુર કરવું અને ડેવલોપર ઉપર સરકારના નિયમ મુજબ અને નગર પાલીકાના નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા માગણી છે.

પાટણ નગર પાલીકા હદ વિસ્તારોમાં કોઈપણ બાંધકામ ચાલુ હોય તેને જોવાની જવાબદારી સર્વે શાખા અધિકારીઓ – કર્મચારીઓ અને વોર્ડ ઈન્સ્પેકટરોની છે તેમ છતાં તેમની જવાબદારી યોગ્ય રીતે ન નિભાવતા હોઈ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટેલ છે આવા ગેરકાયદેસર બાંધકામો થવાના કારણે જાહેર રસ્તાઓ ઉપર અડચણ ઉભી થવાના કારતે ટ્રાફીકની સમસ્યાઓ ઉદભવે છે તો આવા બાંધકામોની કાયદેસરના પગલા ભરવા માગણી છે.

પાટણ શહેર કોંગ્રેસ દ્વારા 11મુદ્દે આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી હતી અને જો યોગ્ય લે આઉટ પ્રમાણે કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ કોર્પોરેટર ભરત ભાટિયા એ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×