क्राइमगुजरातपाटन जिला

શંખેશ્વર મઢુબાપા ધર્મશાળા માંથી ચોરી કરનાર ચોર આખરે પોલીસના હાથે ઝડપાયો…

પોલીસે રોકડ રકમ રૂ. ૪૦ હજારની રિકવરી કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી..

 

પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ રોકડ રકમ પૈકી રૂ.૪૦,૦૦૦ ની રીકવરી કરવામાં આખરે  શંખેશ્વર પોલીસને સફળતા સાપડી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી રાધનપુર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ અનડિટેકટ ગુન્હા ડિટેકટ કરવા સુચના કરેલ હોઇ જે અન્વયે શંખેશ્વર પોલીસે અનડીટેક્ટ ચોરીના ગુન્હા શોધી કાઢવાની દિશામાં ચક્રો ગતિમાન બનાવ્યા હતા તે  દરમ્યાન શંખેશ્વર પો.સ્ટે.

ના આ.પો.કો.ભરતભાઇ દાદુભાઇનાઓને બાતમી મળેલ કે,ગઇ તા.૦૬ જાન્યુઆરી ના રોજ શંખેશ્વર ખાતે આવેલ મઠુબાપા ધર્મશાળા માંથી થયેલ ચોરી કરનાર ઇસમ પુનમનો તહેવાર હોઇ તે શંખેશ્વર ખાતે આવનાર છે જે હકીકત તથા અગાઉ મેળવેલ સી.સી.ટી.વી. ફૂટેજ આધારે વોચ તપાસ

માં રહેતા જૈન સમાજના પૂજાના વસ્ત્રો પહેરી આ કામનો આરોપી આવતા જેને શંખેશ્વર પોલીસે ઝડપી તેની પુછપરછ કરતાં તેણે મઠુબાપા ધર્મશાળામાં પૈસાની ચોરીની કબુલાત કરતા પોલીસે ચોરીમાં ગયેલ કુલ મુદ્દામાલ રૂ.૮૭,૦૦૦/- પૈકી રોકડ રકમ રૂ.૪૦,૦૦૦/- રીકવર કરી આરોપી જયેશભાઇ બાબુભાઇ છોટાભાઇ પટેલ રહે.ઓઢવ આદીનાથ નગર,અરીહંત બાગ સોસાયટી.બી-૧૫૧ તા.જી અમદાવાદ મુળ રહે.નારગામ તા.પેટલાદ જી આણંદ ની અટકાયત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×