क्राइमगुजरातपाटन जिला

રાધનપુર ના કમાલપુર નો સોફ્ટવેર કિંગ સટ્ટોડિયો આખરે પાટણથી પકડાયો સટોડિયાને પાટણ માથી ભુજ સાયબર ક્રાઈમે આબાદ ઝડપ્યો

સટોડિયો પાસેથી મળેલ મોબાઇલ ચેક કરતાં વષૅ 2023 ના સમયમાં રૂ. 52 અબજ નું ટર્ન ઓવર કયુઁ હોવાનુ ધ્યાને આવતાં પોલીસ પણ આવાક બની

 

ભુજ ક્રાઈમ બ્રાન્ચે ખાનગી બાતમી ના આધારે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર  ભરત ચૌધરી નામના શખ્સની પાટણ ખાતે થી ધરપકડ કરી તપાસ હાથ ધરતા શરૂઆતમાં પોલીસ

ને અંદાજો ન હતો કે, આ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક આટલું મોટું હશે. પણ આરોપીની પૂછપરછ કરતાં અને તેનો ફોન ચેક કરતા આ નેટવર્ક કરોડ બે કરોડનું નહીં પણ 52 અબજનું નીકળતાં પોલીસ ના પણ હોશ ઉડી જવા પામ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

આરોપી ભરતે તેના સાથીદારો સાથે મળીને માત્ર એક જ વર્ષમાં 52 અબજનું ટર્નઓવર કરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી વિસ્તૃત માહિતી મુજબ ભુજ સાયબર ક્રાઈમે ઓનલાઈન સટ્ટો અને આંતરરાષ્ટ્રીય હવાલાબાજીનો પર્દાફાશ કરવા ચક્રો ગતિમાન કયૉ હતાં ત્યારે સાઈબર ક્રાઈમ

ના PSI યુવરાજસિંહ ગોહિલે  મૂળ રાધનપુર તાલુકાના કમાલપુર ગામના અને હાલ અમદાવાદના ગોતા ચાર રસ્તા વિસ્તારમાં રહેતો તેમજ હાલમાં જ દુબઈથી પાટણ આવેલા ભરત ચૌધરી ની બાતમી ના આધારે ભુજ કચ્છ સરહદી રેન્જની સાયબર સેલ પોલીસની ટીમે પાટણ ખાતે ના તેના ઘરમાંથી અટકાયત કરી તેને પાટણની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની અંગઝડતી કરતા તેની પાસેથી રૂ. 30,000ની કિંમતનો મોબાઈલ મળી આવતા અને તેની તપાસ કરવામાં આવતા આ તપાસમાં ક્રિકેટ મેચો પર ઓનલાઈન સટ્ટો અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરોડો ના હવાલા

બાજી કર્યાના પુરાવા મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

શરૂઆતમાં ભુજ સાયબર ક્રાઈમની ટીમને માત્ર એટલી જ બાતમી મળી હતી કે, ભરત ચૌધરી તેના સાથીદારો સાથે મળીને દુબઈ માં બેઠાં-બેઠાં હાલમાં કેનેડામાં ચાલી રહેલી એક ગ્લોબલ ટી-20 શરૂઆતથી લઈને અંત સુધીની તમામ મેચો પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે, ટીમના પર્ફોર્મન્સ તેમજ હાર-જીત પર મોટાભાગે સટ્ટાનું નેટવર્ક ચાલી રહ્યું છે. સટ્ટો રમવાના ઈચ્છુકને ભરત અને તેના સાથીઓ વોટ્સએપ પર ઓનલાઈન એક એપની લિંક મોકલતો એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યાં બાદ આઈડી પાસવર્ડ પણ સેન્ડ કરતા હતા. ત્યારબાદ લોગ-ઈન થયેલા સટ્ટોડિયાઓ મેચના પર્ફોર્મન્સ તેમજ હાર-જીત પર પોતાના અનુસાર પૈસા લગાડતા હતા. મેચના અંતે નાણાકીય વ્યવહાર પણ એપ્લિકેશન મારફતે થતા હતા. હાલમાં જ ભરત દુબઈથી તેના વતન પાટણ આવ્યો હતો અને તેના ઘરે રોકાયો હતો. જોકે, ભુજ સાયબર ક્રાઈમે ભરતની ધરપકડ કર્યા બાદ ભરત

ના મોઢે તેના સટ્ટાના નેટવર્કની વાત સાંભળી ભુજ અને પાટણ બંનેની પોલીસ ચોંકી ઊઠી હતી.

કેનેડાની ગ્લોબલ ટી-20 સિવાય પણ ભરત અને તેના સાથીદારો દુબઈમાં બેઠાં-બેઠાં દેશ-વિદેશમાં ચાલતી અલગ-અલગ ટુનામેન્ટ પર ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. આ બુકીઓનું માત્ર એક જ વર્ષમાં એટલે કે, છેલ્લે 2023 માં જ 52 અબજ(રૂ. 52, 13, 64, 94, 530)ની અ..ધ..ધ.. રકમનું ઓનલાઈન સટ્ટાનું ટર્ન ઓવર હતું.

હાલમાં પોલીસે તેની પાસેની રૂ.15 લાખની કાર અને રૂ.30000 નો મોબાઈલ કબજે કર્યો છે. સાયબર ક્રાઈમ પોલીસે આરોપી ભરત ચૌધરી સહિત અન્ય છ આરોપી

ઓ સામે જુગારધારા કલમ 12 અને ભારતીય ન્યાય સંહિતા કલમ 65 અને આઈ.ટી.એક્ટ મુજબ ગુનો નોધીને આંતરરાષ્ટ્રીય હવાલા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે.

પોલીસે આરોપીના મોબાઈલમાં સર્ચ કરતાં અંદરથી અનેક ઓન

લાઈન સટ્ટા રમવાના આઈ.ડી.ઓ મળી આવ્યા હતા. જેની સંખ્યા 23 હતી. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતાં તેની પાસેની હેકટર કાર તેના ભાગીદાર રોનક રમેશ

ભાઈ પ્રજાપતિના નામે છે. હાલ તેના કબજામાં છે. આઈ.ડી.ઓનાં નાણાંની ચુકવણી સર્વર દ્વારા પોતાની આઈ.ટી. કંપની

ઓ પૈકી એક અમદાવાદ

માં રજિસ્ટર થયેલી જીસીટી સોફ્ટવેર સોલ્યુશન પ્રાઈવેટ લિ.અને દુબઈ સ્થિત યુજીસી વર્લ્ડ ટ્રેડિંગ અને આશુ ટેક્નોલોજી એલએલસીનાં સર્વર દ્વારા આઈ.ડી.ધારકને મહિનાનાં ભાડા પેટે રૂપિયાની ચુકવણી થતી હતી.

સાથે જ આરોપી ભરત ચૌધરીના ફોનની વ્હોટસ

એપ ચેટમાંથી ભારતીય ચલણ રૂપિયાની ચલણી નોટોના ફોટોગ્રાફ્સ મળી આવતા તે અંગે તેણે પોલીસને જણાવ્યું કે, આ નોટોના ફોટા દ્વારા અલગ-અલગ પાર્ટીને દુબઈ ખાતેથી સટ્ટાના રૂપિયાના હવાલા કરાવતો હતો. તેમજ એક ડેલ્ટીન બ્રિજેશ નામના એકાઉન્માં ચેક કરતાં તેમાં એક રૂપિયાની ચલણી નોટનો ફોટો તથા તેના નીચે પાંચ પેટી (પાંચ લાખ) આપેલ છે તેવું લખેલું જોવામાં આવ્યું હતું.

પોલીસ પૂછપરછમાં ભરતે જણાવ્યું હતું કે, આ વ્યવહાર મેં સટ્ટાના રૂપિયા અંગે કર્યો હતો તથા આ નાણાકીય વ્યવહાર તે સટ્ટા બેટિંગ માટે મહાદેવ એપના માલિક ગ્રૂપના સૌરભ ચંદ્રાકર તેમજ તેના સાગરિતો દ્વારા અન્ય સટ્ટા

ની નવ (9) બુકો વગેરે ચલાવે છે અને અતુલ અગ્રવાલ ભરત ચૌધરી સાથે ભાગીદારીમાં સટ્ટાનો ધંધો કરી રહ્યો છે. વ્હોટસએપમાં અતુલ અગ્રવાલના ખાતામાં જોતાં 1 જાન્યુઆરી 2024ની તારીખમાં ભરત ચૌધરીએ તેઓને વર્ષ 2023માં થયેલા નફાનો ફાઈનલ હિસાબની કોપી મોકલી આપી હતી. જે પોલીસે ખોલીને જોતાં ફાઈનલ હિસાબ 2023 અને તેમાં ટોટલ 52 અબજથી વધુનું ટર્ન ઓવર માત્ર 2023ના એક જ વર્ષના સટ્ટા બેટિંગમાં જ થયેલ હોવાનું જણાવ્યું હતું.

ભરત ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, તેની સાથે દિલીપકુમાર માધવલાલ પ્રજાપતિ, ઝારખંડના ધનબાદનો સીંગ રવિકુમાર

, રોનકકુમાર રમેશભાઈ પ્રજાપતિ તેના સાથીદાર છે. અને આ તમામ સટ્ટામાં અને નાણાકીય હવાલામાં એકબીજાના ભાગીદાર છે. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આરોપી પાટણમાં કેમ આવ્યો તેનો જવાબ હજુ અનુત્તર જ રહ્યો છે.જોકે આ મામલે હજુ પણ આગળ ની ઝીણવટભરી તપાસ ચાલુ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

ભુજ કચ્છ બોર્ડર રેન્જની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. યુવરાજસિંહ ગોહિલ, હે.કો. વિપુલભાઈ, કોન્સ્ટેબલો અજયસિંહ અને વિજયસિંહએ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હોય સ્થાનિક પોલીસ બેડા પણ કરોડના સટ્ટા નેટવર્ક ના પદૉફાસ થી હલચલ મચી જવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×