गुजरातटॉप न्यूज़बनासकांठा

ડીસા માં સફાઈ નામે કરોડો નો ખર્ચ તેમ છતાં શહેર માં ઠેર ઠેર ગંદકી ઢગ ખડકાયા

બનાસકાંઠા ની આર્થિક પાટનગરી ડીસા એ વિકાસ ની દિશા માં હરનફાળ ભરી છે ત્યારે શહેર ના વિકાસ સાથે વિસ્તાર વધતા શહે રીજનો પાયાની જરૂરિયાત લાઈટ સફાઈ પાણી જેવી જરૂરિયાત માં પણ વધારો થયો છે

જેના પગલે પાલિકા દ્વારા દેશ ના પી.એમ નરેન્દ્રભાઈ મોદી ના સ્વછતા અભિયાન વેગ આપવા માટે  સમગ્ર રાજ્ય ની પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની યોજના અમલ માં મુકવામાં આવી છે જોકે આ ડોર ડોર કચરો એકઠો કમ્પની ને વાર્ષિક ત્રણ કરોડ જેટલી માતબર રકમ પણ ફાળવવામાં આવે છે તેમ છતાં પણ ડીસામાં ઠેર-ઠેર જગ્યા એ કચરા ના ઢગ ખડકાઈ ચુક્યા છે.

ડીસામાં ગંદકી નું સામ્રાજ્ય ફેલાયું છે જોકે પાલિકા દ્વારા આ કચરા કલેક્શન નું કામ આ કામ દરબાર વેસ્ટ નામની કમ્પની ને આપવામાં આવ્યો છે. જોકે પાલિકા દ્વારા ત્રણ વર્ષે આ કોન્ટ્રાક નું ટેન્ડરિંગ કરવા આવે છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષ થી હજુ પણ આ કામ દરબાર વેસ્ટ નામની કમ્પની પાસે છે જોકે આ કમ્પની નો કોન્ટ્રાક 2022 માં પૂર્ણ થયો હોવા છતાં પણ હજુ સુધી પાલિકા દ્વારા નવું ટેન્ડરિંગ કરવામાં આવ્યું નથી અને આ કોન્ટ્રાક હજુ દરબાર વેસ્ટ પાસે  છે. જોકે આ બાબતે પાલિકા સેનિટેશન વિભાગ નો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું અગાઉ નવા કરાર માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ જેતે સમયે કોઈ અન્ય કોન્ટ્રાકર દ્વારા ટેન્ડર ભરી બાદમાં કામ ના રાખતા ડોર ટુ ડોર નો કોન્ટ્રાક જૂની કમ્પની ને ચાલુ રાખવામાં આવ્યો છે. અને આગામી એક માસ માં આ કોન્ટ્રાક માટે નવું ટેન્ડરિંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જોકે હાલ માં ડીસાના સફાઈ કામમાં ડોર ટુ ડોર અને પાલિકા સેનિટેશન શાખા દ્વારા અનેક વાહનો પણ ફાળવાયા છે તેમ છતાં શહેર નર્કગાર માં ફેરવાયું છે.

ડીસામાં રાત્રે સફાઈ કેમ : જોકે પાલિકા દ્વારા ડોર ટુ ડોર તેમજ શહેર ની સફાઈ ની કામગીરી મોડી રાત્રે જ કેમ કરવામાં આવે છે ત્તે બાબતે પાલિકા સેનિટેશન વિભાગ દ્વારા જણાવ્યું છે કે રાત્રે સફાઈ કરવા પાછળ નો હેતુ એ છે કે રાત્રે લોકો તેમજ વાહનો ની અવર જવર ઓછી હોય લોકો કચરો ધૂળ ઉડતા હેરાન ના થાય તેમજ કેવી સફાઈ થઇ તે જોઈ શકાય  માટે રાત્રે સફાઈ કામ કરવામાં આવે છે.

ડીસા સફાઈ શાખા માં 233 કર્મચારિયો : ડીસા પાલિકા માં કાયમી હંગામી મળી કુલ 233 કર્મચારી સફાઈ કામ. માં જોડાયા છે તેમ છતાં પણ શહેર ના અનેક વિસ્તાર ગંદકી માં ગરકાવ છે આ ઉપરાંત ડોર ટુ ડોર કલેક્શન માં પણ કેટલાક વિસ્તારમાં કચરો કલેક્શન થતો નથી અને બૂમો ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×