गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ શહેર સહિત જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેધમહેર

પદ્મનાભ ચાર રસ્તા નજીક ની કેનાલમાં ગાબડું પડતાં વિસ્તારની 15 થી વધુ સોસાયટીમાં પાણી ફરી વળ્યાં

 

પાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી: પાટણ શહેર સહિત જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજા એ મહેરબાની કરી હોય તેમ વહેંલી સવારથી જ વરસાદે વરસવાનું શરૂ કરતાં શહેરના નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યાં હતાં.

છેલ્લા કેટલાક દિવસો પાટણ શહેર સહિત જિલ્લા ના લોકો અસહ્ય બફારા અને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. ત્યારે છેલ્લા બે દિવસથી મેધમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે ખેડૂતો ના વાવેતર કરાયેલ પાકોને જીવતદાન મળ્યું હોય ખેડૂતો ના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

મંગળવારે વહેલી સવાર થી જ ધોધમાર વરસાદે  તડી બોલાવતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.તો નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. તો નાના મોટા સૌએ વરસાદમાં પલળવાની મજા માણી આનંદ વ્યકત કર્યો હતો

મંગળવારે વહેંલી સવારથી વરસતા વરસાદ ને કારણે શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ની કેનાલમાં ગાબડું પડતા આ વિસ્તારની 15 થી વધુ સોસાયટીમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જોકે આ પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા તાત્કાલિક જેસીબી મશીનની મદદથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો શહેરના મહાદેવ નગર વિસ્તારમાં ભરાયેલ પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા ફાઈટર મશીન ની મદદથી પાઈપ મારફતે ગુરૂનગર માથી કમૅભૂમિ માગૅ પરની ચેમ્બર  દ્રારા નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમ્યાન પાલિકા પ્રમુખ સહિત ના નગર સેવકો સ્થળ પર હાજર રહ્યા હતા.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત બીજા દિવસે પડેલ વરસાદ ની આંકડાકીય માહિતી આપતા ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે વહેલી સવારથી સાંજ સુધીમાં પાટણમાં 78 M. M., સાંતલપુર,63 M. M., રાધનપુર,59 M. M, સિધ્ધપુર,24 M. M, હારીજ, 15 M. M, સમી, 35 M. M, ચાણસ્મા,37 M. M, શંખેશ્વર,30 M. M, સરસ્વતી 92 M. M  વરસાદ નોધાયો છે તો સીઝનનો કુલ વરસાદ જિલ્લામાં 240 M. M. જેટલો નોધાયો હોવાનું ડિઝાસ્ટર વિભાગના સુત્રો એ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×