गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ શહેરના રેલ્વે ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણીમાં ભાજપની છત્રી તરતી કરી કોગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદશિર્ત કરાયો

ગતિશીલ ગુજરાત ની વાતો કરનારા ભાજપ શાસિત પાલિકાએ પાટણ મા કોઈ કામ ગતિશીલ જેવા કયૉ નથી : કોગ્રેસ

 

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બેદિવસ થી અનરાધાર વરસતા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. ત્યારે ચોમાસા પૂર્વે પાટણ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયા ના ખર્ચે કરવામાં આવેલી પ્રિ-મોન્સુન ની કામગીરી ફક્ત કાગળ પર કરવામાં આવી હોય તેવા દ્રશ્યો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના કારણે જોવા મળી રહ્યા છે. પાટણ શહેરમાં સોમવારે અને મંગળવારે પડેલા વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો હોય છતાં શહેરના પ્રવેશ દ્વાર સમા પ્રથમ રેલવે ગરનાળા માં ઢીંચણ સમાણા પાણી ભરાઈ રહેતા અને કલાકોથી વરસાદ બંધ હોવા છતાં આ વરસાદી પાણી નો નિકાલ ન થતા વાહન ચાલકો સહિત રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા ભ્રષ્ટાચારી ભાજપ શાસિત પાટણ નગર પાલિકા ની પ્રિ- મોન્સૂન કામગીરી સામે અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ બુધવારે રેલવેના પ્રથમ ગણનાળા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

કોગ્રેસના આગેવાનો એ રેલવે ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણીમા ભાજપની છત્રીને તરતી કરી પાલિકા દ્વારા કાગળ પર કરાયેલી પ્રિ મોન્સુન પ્લાન ની જાટકણી કાઢી ભાજપ શાસિત નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી વિરોધ સુત્રોચ્ચાર કરી રેલવે ના પ્રથમ ગરનાળા મા કલાકો સુધી ભરાઈ રહેલા વરસાદના પાણી નો પાલિકા દ્વારા તાત્કાલિક નિકાલ કરવાની માગ કરી હતી.

કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા આ અનોખા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ ના ગતિશીલ ગુજરાતમાં ભાજપ શાસીત પાટણ નગરપાલિકાના સતાધીશો ના ભષ્ટ્રાચારે આજદિન સુધી પાટણ મા કોઈ કામ ગતિશીલ કયુઁ ન હોવાના આક્ષેપો કયૉ હતાં.

જયારે શહેર કોગ્રેસ પ્રમુખે પણ પાલીકા દ્રારાચોમાસા  પૂર્વે કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન ની કામગીરી સંપૂર્ણ પણે ફેઈલ હોવાનું જણાવી રેલવે ગરનાળા પાસે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ સ્ટ્રોંમ વોટર ચેમ્બસૅ ની પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ કરાવી પાટણના પ્રવેશ દ્વાર સમા રેલવે નાળા મા ભરાયેલા વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરાવી લોકોને ભોગવવી પડતી હાલાકીઓ દુર કરવાની સાથે સાથે શહેરના નિચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પણ ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા યોગ્ય અને તાત્કાલિક વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી શહેરીજનોની મુશ્કેલીઓ દુર કરે આવે તેવી માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×