गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના રાધનપુર ની ખુલ્લી ગટરમાં માસુમ ખાબકતા સફાળા જાગેલા તંત્ર એ ગટરને સુરક્ષિત બનાવવા કામગીરી શરૂ કરી

ખુલ્લી ગટર મામલે કોગ્રેસ અને આમ પબ્લીક દ્રારા રસ્તા રોકો આંદોલન કરાતાં તંત્ર એ કામગીરી શરૂ

કરી: રાધનપુર મસાલી રોડ ઉપર શહેરના વોટર નં. 7 વિસ્તારની ખુલ્લી ગટરમાં તાજેતરમાં એક માસુમ બાળકી પડી જવાના મામલે તંત્ર સામે ઉઠેલા પ્રશ્નો સાથે ના રોષ ને ધ્યાનમાં રાખીને રાધનપુર નગરપાલિકા અને પાણી પુરવઠા દ્વારા સંયુક્ત કામગીરી શરૂ કરી ખુલ્લી ગટરને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર સાતના મશાલી રોડ ઉપર ખુલ્લી ગટરો હોવાના કારણે વારંવાર નાની મોટી એક્સિડન્ટની ઘટના સજૉતા તાજેતરમાં એક બાળકી આ ખુલ્લી ગટરમાં પડી જવાથી રાહદારીઓએ બાળકી ને બચાવી હતી.અને આ બાબતે મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ચૌહાણ દ્વારા અન્ય લોકોના સહકારથી રસ્તા રોકો આંદોલન અને વિરોધ પ્રદર્શન કરતાં સફાળા જાગેલી નગર પાલિકા હરકતમાં આવી નગરપાલિકા અને પાણી પુરવઠા ની સંયુક્ત ટીમ દ્વારા ગટર ઉપર ઢાકણા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા વિસ્તાર ના લોકોએ રસ્તા રોકો આંદોલન સહિત કરાયેલા વિરોધ પ્રદર્શન ના કારણે શરૂ કરવામાં આવેલ ખુલ્લી ગટરની સુરક્ષા બાબતે ની કામગીરી ને સરાહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×