गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના સમી : નાનીચંદુરમાં દલિતોના સ્મશાન સુધી રસ્તો બનાવવા ડીડીઓનો આદેશ .. સમી તાલુકાના નાનીચંદુરમાં દલિતોના સ્મશાન સુધી રસ્તો બનાવવા ડીડીઓનો આદેશ ..

નાનીચંદૂર ગામ ખાતે અનુ.જાતિ ના સ્મશાન માં જવાના રસ્તાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી અને ગટર લાઇન તથા પાણી ની લાઈન માટે વ્યવસ્થા કરાશે અંતિમક્રિયા માટે પણ લોકોને કીચડમાંથી જવું પડતું હતું ..

 

સમી તાલુકાના નાનીચંદુર ગામનો તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ગામની અંદર આવેલ દલિત સમાજના સ્મશાનમાં જવા માટે પાકો રસ્તો ન હોવાથી કોઈ પણ મૃતકની લાશને નનામીની જગ્યાએ ટ્રેક્ટર મારફતે સ્મશાન સુધી પહોંચાડવામાં આવતી હતી.જેની ડીડીઓએ ગંભીરતાથી નોંધ લઈ નવીન રોડ બનાવવાનો આદેશ કયો છે

પાટણ જિલ્લાના સમી તાલુકાના નાનીચંદુર ગામના બોઘાભાઈ કરમણભાઈ રાઠોડનું અવસાન થતાં તેમની નનામી સ્મશાન સુધી લઈ જવા માટે પાકો રસ્તો ન હોવાથી કાદવ કિચ્ચડ માંથી પસાર થવું પડતું હોય ટ્રેક્ટર મારફતે નનામી લઈ જવામાં આવી રહી હતી તે દરમિયાન ટ્રેક્ટર કાદવમાં ફ્સાતા ટ્રેક્ટરને ધક્કા મારીને નનામી સ્મશાન સુધી લઈ જવાનો વખત આવ્યો હતો જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાટણ જિલ્લા વિકાસ અધિકારી બી એમ પ્રજાપતિ દ્વારા તાત્કાલિક તેની નોંધ લઈને સમી તાલુકા વિકાસ અધિકારીને રસ્તો બનાવવા માટે સૂચના આપી દેવામાં આવી હતી ત્યારે તાલુકા વિકાસ અધિકારી તેમજ સરપંચ દ્વારા સ્થળની મુલાકાત લેતા દલિત સમાજમાં આનંદની લાગણી છવાઈ હતી .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×