क्राइमगुजरातबनासकांठा

ચાલુ ફરજે શિક્ષિકા વિદેશમાં સ્થાઇ થયા , દાંતાનાં પાંછા પ્રાથમિક શાળાના બાળકો ને શિક્ષણ માટે ફાંફાં

ચાલુ ફરજે શિક્ષિકા વિદેશમાં સ્થાઇ થયા, દાંતાનાં પાંછા પ્રાથમિક શાળાના બાળકો ને શિક્ષણ માટે ફાંફાં, લેખિત રજૂઆતો છતાં કોઈપણ કાર્યવાહી નહી:

ગુજરાત શિક્ષણ વિભાગ નો એક ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા ના પાંછા પ્રાથમિક શાળા મા ફરજ બજાવતી શિક્ષિકા વર્ષો થી વિદેશ મા સ્થાઈ પણ હજી ફરજ પાંછા શાળામાં ચાલુ છે તેવો કિસ્સો સામે આવતા શિક્ષણ વિભાગ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. ભાવના બેન નામ ની શિક્ષિકા તરીકે પાંછા શાળા માં ફરજ ના નામે ચાલતો કિસ્સો સામે આવ્યો છે.

વર્ષો થી ભાવના બેન નામ ના શિક્ષિકા વિદેશ માં રહે છે અને હજી શાળા મા ફરજ બોલે છે.. તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવા મા આવી નથી. ભાવના બેન નામ ના શિક્ષિકા ના તો પાંછા પ્રાથમિક શાળા મા હાજર થઈ રહ્યા છે ના તો રીજાઈન મૂકી રહ્યા છે. જેને લઇને શાળા માં અભ્યાસ કરતા બાળકો નો ભવિષ્ય સામે ખિલવાડ કરતો આ કિસ્સો સામે આવ્યો છે.

પારુલ બેન આચાર્ય ઇન્ચાર્જ પારૂલ બેન મહેતા એ કહ્યું કે શિક્ષણ મંત્રી ને અને જિલ્લા શિક્ષણ અધિકારી ને આ બાબતે લેખિત અરજી કરી છે છતાં કોઈપણ કાર્યવાહી કરવા મા આવી નથી જેથી બાળકો નો અભ્યાસ અને તેમના ભવિષ્ય બગડી રહ્યું છે. અમે રજૂઆત કરવા છતાં હજી સુધી ભાવનાબેન સામે કોઈપણ કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી.

ગુજરાત શિક્ષણ વિભાગ ધોર નિંદ્રા મા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. શાળા માં અભ્યાસ કરતા બાળકો શિક્ષણ માટે શિક્ષિકા ની રાહ જોઈ રહ્યા છે. પણ ભાવના બેન નામ ના શિક્ષિકા વિદેશ ના રેહવાસી થઈ ગયા છે.

જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ કહ્યું કે ભાવના બેન 8 મહિના થી ગેર હાજર છે. અને તેમને નોટિસ આપવા મા આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×