गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના હારીજ માં હારીજ: દરજી સમાજના અગ્રણી દિનેશભાઇએ ૭૫મી વાર રક્તદાન કરી યુવાનોને પ્રેરિત કર્યા..

 

પાટણ જિલ્લાના હારીજ લોહાણા સમાજવાડી ખાતે ભવ્ય સમરસતા એકતા રક્તદાન કેમ્પ યોજાયો હતો.જે કેમ્પ અંતર્ગત  ૧૦૫૮ થી વધુ બ્લડ બોટલ એકત્રિત કરાયુ હતું.જેમાં દરજી સમાજના અગ્રણી દરજી દિનેશભાઇ દલસુખભાઈએ ૭૫મી વાર રક્તદાન કરી યુવાનોને પ્રેરિત કર્યા હતા.સતત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અને બ્લ્ડ સેવા એજ પ્રભુ સેવા સુત્રને સાર્થક કરતા દિનેશભાઇએ અન્ય યુવાનોને બ્લડ ડોનેશન કરવા પ્રેરણારૂપ બન્યા છે.

આજરોજ હારીજ ખાતે યોજાયેલ સમરસતા બ્લડ ડોનેશન કેમ્પમાં દરજી સમાજના અગ્રણી હારીજ સેમાડાના પૂર્વ પ્રતિનિધિ એકલવા ગામનાં દરજી દિનેશભાઇ દલસુખભાઈ આજે ૭૫મી વાર રક્તદાન કરી યુવાનોને પ્રેરિત કર્યા હતા. જેમાં હારીજના અગ્રણી ઉદ્યોગપતિ જીગરભાઈ મહેતા ,પૂર્વ કેબિનેટ પ્રધાન દિલીપજી ઠાકોર દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×