गुजरातपाटन जिला

વહીવટદાર અને તલાટીને 35,00 નો નાસ્તો 35 લાખમાં પડ્યો

 

ચાણસ્માના ધાણોધરડા ગ્રામ પંચાયતની ચોંકાવનારી ઘટના, વહીવટદાર અને તલાટીને 35,00 નો નાસ્તો 35 લાખમાં પડ્યો: ચેકમાં ચેડાં કરનાર માજી સરપંચ વિરુદ્ધ પોલીસ ફરીયાદ: પાટણ જિલ્લામાં બેન્કના ચેકમાં ચેડાં કરી લાખો રૂપિયાની ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાણસ્મા તાલુકાની ધાણોધરડા ગ્રામ પંચાયતે ગત જૂન માસમાં દબાણ દૂર કરવાની કામગીરીનો કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં નાસ્તા પાણીના ખર્ચ પેટે ગ્રામ પંચાયતના વહિવટદારે માજી સરપંચને રૂ.3,500 નો ચેક આપ્યો હતો.પરંતુ માજી સરપંચે ચેકમાં વ્હાઈટનર લગાવી રૂ.3,500 ના બદલે શૂન્ય વધારી રૂ.35 લાખની રકમ લખીને ઉપાડી લીધી હતી. જેથી વહિવટદાર દ્વારા પોલીસ મથકમાં માજી સરપંચ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ગત 19 જૂનના રોજ ધાણોધરડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જમવાનું તથા નાસ્તા પાણીનો જે ખર્ચ થાય તે પરચુરણ ખર્ચ કરવાની જવાબદારી વહિવટદાર નીતાબેન દેસાઈએ માજી સરપંચ ઈશ્વરભાઈ કાશીરામ પટેલને સોંપી હતી.

જે કાર્યક્રમ દરમિયાન રૂ.3,500 નો ખર્ચ થયો હોવાનું ઇશ્વરભાઈ પટેલે જણાવતા વહીવટદારે ગ્રામ પંચાયતના બેન્ક એકાઉન્ટનો મહેસાણા ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ. ચાણસ્મા શાખાનો વહિવટદાર નીતાબેન દેસાઈ તથા તલાટી કમ મંત્રી ડિમાન્કી જયંતસિંહ પરમારની સંયુક્ત સહી કરેલો રૂ.3,500 નો ચેક આપ્યો હતો. 20 દિવસ બાદ જ્યારે પાસબુકમાં એન્ટ્રી કરાવી ત્યારે આ બાબતની જાણ થતા વહીવટદારે બેન્ક મેનેજરને મળીને ચેક જોવા માગ્યો હતો.

આ ચેક જોતા તેમાં વ્હાઈટનર મારી રૂ.3,500 ની જગ્યાએ 35 લાખ અને શબ્દોમાં લખેલી રકમમાં પણ વ્હાઈટનર મારીને પાંત્રીસ લાખ પૂરા લખી દેવાયેલું હતું.બેંકમાં પણ આ ભૂલ પકડાઈ ન હતી.વહીવટદારે આ અંગે તાલુકા વિકાસ અધિકારીને જાણ કર્યા બાદ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં માજી સરપંચ ઇશ્વરભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×