गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ ફેલાવવા અભિયાન હાથ ધરાયુ..

નિયમોનું ઉલંઘન કરતા નાગરિકોને ગુલાબ આપીને ટ્રાફિકના નિયમોની સમજણ આપતા જોવા મળ્યા અધિકારીઓ..

 

ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવાયા બાદ તમામ વાહન ચાલકો શિસ્તબધ્ધ રીતે વાહન હંકારે તે હેતુથી પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ ફેલાવવા અભિયાન હાથ ધર્યુ હતું. લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચાલતા જતા શ્રધ્ધાળુઓને નુકશાન ન થાય તે માટે મોટા વાહનો હંકારનારને યોગ્ય રીતે વાહન ચલાવવા અને શિસ્ત બંધ નિયમો કરાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયકુમાર  ઠાકોર સમી હોમગાર્ડ દળના કમાંડિંગ ઓફિસર દિનેશભાઈ પ્રજાપતિ સહિત હોમગાર્ડ મિત્રો નિયમોનું ઉલંઘન કરતા નાગરિકોને ગુલાબ આપીને ટ્રાફિકના નિયમોની સમજણ આપતા જોવા મળ્યા હતા.

રોડ ઉપરથી પસાર થતા વિવિધ વાહનો જેવા કી એસટી બસો, ઇકો ગાડી, બાઈક સવાર, છોટા-હાથી સહિત અનેક મોટા વાહનો જે રોંગ સાઇડમાં ડ્રાઇવ કરતાં હોય તેમજ ખોટી રીતે ઓવરટેક કરનાર  મોટા વાહન ધારકો ને સીટ બેલ્ટ તેમજ હેલ્મેટ નો ફરજિયાત ઉપીયોગ કરવા હોમગાર્ડ દ્વારા ફૂલ આપીને સમજ આપવામાં આવી હતી

આ પ્રસંગે સમી તમે યુનિટ ના એન સીઓ એ એસ એલ અને  એસ એલ તેમજ દળ ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×