गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ પાલિકા અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને લઈને પાટણ શહેરના માર્ગો પર સર્જાતી ટ્રાફિકની છસ્યા

શહેરના મુખ્ય બજાર માર્ગો પરથી નીકળતી શોભાયાત્રા અને રેલીયો દરમિયાન ટ્રાફિક નિયમન નો સદંતર અભાવ મુખ્ય બજાર માર્ગો પર આડેધડ ઊભી રહેતી લારીઓના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા

 

પાટણ પાલિકા અને પોલીસ તંત્રની નિષ્કાળજીને લઈને પાટણ શહેરની પ્રજાને ટ્રાફિકની સમસ્યાનો અવારનવાર સામનો કરવો પડી રહ્યો છે

ઉત્સવ પ્રિય પાટણ શહેરમાં અવારનવાર ધાર્મિક અને સામાજિક ઉત્સવોના મેળાવડાઓ સહિત રાજકીય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની નીકળતી રેલીઓ માટે પોલીસ તંત્રની પરમીશન લેવામાં આવતી હોય છે અને પોલીસ તંત્ર દ્વારા મંજૂરી આપી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ બજાર માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન  સર્જાય તે માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ફાળવવાની ફરજ બનતી હોવા છતાં પોલીસ તંત્ર કે પાલિકા તંત્ર દ્વારા આ પ્રકારની કોઈ પણ વ્યવસ્થા ઉપલબ્ધ ન બનાવતા રેલી અને શોભાયાત્રા ના પ્રસંગે વારંવાર ટ્રાફિક સમસ્યાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે.

આવી જ ટ્રાફિક સમસ્યા નું નિર્માણ ગતરોજ પાટણ  શહેરના હિંગળાચાચર ચોક માંથી પાટણ મેડિકલ એસોસિયેશન અને પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા આયોજિત રેલી દરમિયાન શહેરના હિંગળાચાચરથી લઈ  બગવાડા દરવાજા સુધી  ટ્રાફિક ચક્કાજામ ના દ્રશ્યો સર્જાતા કલાકો સુધી માર્ગ પર વાહન ચાલકો સહિત રાહદારી ઓને અટવાવું પડ્યું હતું. તો આ ટ્રાફિક સમસ્યાની નિવારવા માર્ગ પર ફક્ત એક જ ટીઆરબી જવાન સિવાય એક પણ પોલીસ કર્મચારી ફરજ પર જોવા ન મળતા ટ્રાફિકને ખુલ્લો કરવામાં કેટલાક વાહન ચાલકોને પોતાના વાહનમાંથી નીચે ઉતરીને ટ્રાફિક હળવો કરવા  માટે કમર કસવી પડી હતી.

પાટણ પોલીસ તંત્રની સાથે સાથે પાલિકા તંત્રની પણ બેદરકારીના કારણે શહેરના મુખ્ય બજાર માર્ગો પર આડેધડ ઉભી રહેતી લારીઓ ના કારણે પણ  અવાર અવાર ટ્રાફિકના દ્રશ્યો સર્જાતા હોય ત્યારે પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પરથી ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા રોડ રસ્તા પરના દબાણો દૂર કરી શહેરમાંથી અવાર નવાર નીકળતી શોભાયાત્રાઓ અને રેલીયો દરમિયાન સર્જાતી ટ્રાફિક નિરાકરણ લાવવાની કામગીરી હાથ ધરવી જોઈએ તેવી લોક માંગ પ્રબળ બનવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×