गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ ફાયર વિભાગ દ્વારા સિલ કરવામાં આવેલ મિલકતોને એક માસની હંગામી ધોરણે મુદત સાથે ચાલુ કરાઇ..

સીલ કરેલ દુકાનો અને કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી માટે ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરાઈ..

 

પાટણ શહેરમાં ૪૪ જાહેર સ્થળ ઉપર ફ્રાયર સેફટી અને એનઓસી ના હોય ફાયર વિભાગની બે બે વાર નોટિસ બાદ પણ સુવિધા ના વસાવતા ફાયર વિભાગ દ્વારા મિલકત સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.જેમાં શહેરના જુદા જુદા પાંચ કોમ્પલેક્ષમાં ૨૬૨ દુકાન સીલ કરાઈ હતી. ત્યારે ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી મામલે કોમ્પલેક્ષ ના સંચાલકો દ્રારા પ્રક્રિયા શરુ કરાતાં પાટણ ફાયર વિભાગ દ્વારા આવા કોમ્પલેક્ષ ના સંચાલકો ને તેઓની રજુઆત ના પગલે હંગામી ધોરણે એક મહિના માટે સીલ ખોલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કોમ્પલેક્ષ ના સંચાલકો એક મહિનાની અંદર ફાયર સેફટી કે ફાયર એનઓસી મેળવી સુવિધા નહિ વસાવે તો ફરીથી તેઓના આ કૉમ્પ્લેક્ષ સીલ મારવામાં આવશે.આ ઉપરાંત રજાઓનો માહોલ પૂર્ણ થતા ફાયર સેફટી વિભાગ દ્વારા મંગળવારથી નોટિસ વાળા અન્ય કૉમ્પલેક્ષમાં સુવિધા નહિ હોય તો સીલ કરવાની કાર્યવાહી પુનઃ શરુ કરવામાં આવનાર હોવાનું પણ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

શહેરમાં ફાયર સ્ટેશન ઓફિસરની ટીમ દ્વારા શુક્રવારે પાટણ-સિદ્ધપુર હાઈવે પર આવેલ ગૅલોક્ષ કોમ્પલેક્ષમાં ૪૦ દુકાન, કેન્સ એવન્યુના બિલ્ડીંગની ૮૦ દુકાન, સોમવારે શ્રેય કોમ્પલેક્ષની ૧૨ દુકાન, મંગળવારે યસ પ્લાઝા ૮૦ અને માધવ ટ્વીન્સ કૉમ્પ્લેક્ષની ૫૦ દુકાનો સીલ કરવામા આવી હતી જેને લઈને દુકાનોના વેપારીઓ દ્વારા ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી મેળવવા ઓનલાઈન પ્રોસેસ કરતા નિયમ મુજબ પ્રોસેસના આધારે અને વેપારીઓની રજુઆત ને ધ્યાનમાં રાખીને ફાયર સ્ટેશન ઓફિસરે હંગામી ધોરણે એક મહિનાની મુદત આપી તમામ સીલ ખોલ્યા છે. આ એક મહિનાની અંદર આ તમામ દુકાનોમાં અને કોમ્પ્લેકસમાં ફાયર સેફટીની સુવિધા સાથે ફાયર એનઓસી ઉપલબ્ધ કરવામાં નહિ આવે તો ફાયર વિભાગ દ્વારા પુનઃ ઉપરોક્ત કોમ્પલેક્ષ અને દુકાનો ને સીલ કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરશે તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×