गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન …

શહેરના મેઇન રસ્તાઓ પર પડેલા ખાડા પુરવાની માંગ સાથે કોંગ્રેસ મેદાને , ભાજપના ઉંધા ધ્વજ ફરકાવી વિરોધ નોંધાવ્યો ...

 

 

પાટણ શહેરના રેલવે ગરનાળા થી સિધ્ધપુર ચોકડી જવા ના માર્ગ પર મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકો રાહદારીઓ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે . ત્યારે આજ રોજ પાટણ કોંગ્રેસ દ્વારા પાટણ ભાજપ શાસિત નગરપાલિકના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી ખાડા પર બેસી જઈ ભાજપના ઉંધા ધ્વજ ફરકાવી ખાડા પુરવા માંગ કરી હતી .

પાટણ ભાજપ શાસિત નગરપાલિકા વિસ્તારમાં રેલવે ગરનાળા જાહેર રોડ ઉપર ખૂબ મોટા ખાડા પડવાના કારણે પાટણની જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે . ખૂબ મોટા ખાડા હોવાના કારણે પાટણ શહેરીજનોના સાધનોને ખૂબ મોટું નુકસાન થાય છે જેના કારણે શહેરીજનોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે . તેમજ અહીં ખૂબ મોટા ખાડા હોવાથી શરીરને કમર તેમજ કરોડરજ્જુના ભાગે દુખાવાનો સામનો કરવો પડે છે . અહીં વારંવાર પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકોને ગંદકીનો પણ સામનો કરવો પડે છે . આ મસ મોટા ખાડા પડવાને ઘણો સમય વીતી જવા છતાં પાટણ નગરપાલિકા દ્વારા ખાડાઓનું સમારકામ કરવામાં આવતું નથી . પાટણમાં અનેક જગ્યાએ એક બે વર્ષમાં બનેલા રોડ રસ્તા ઉપર ખાડા પડવાના કારણે રોડની બિસ્માર હાલત થઈ ગઈ છે , ખૂબ મોટા પ્રમાણમાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થતો હોય આ રોડ રસ્તા એક બે વર્ષમાં તૂટી જાય છે .

પાટણના જાહેર રસ્તા ઉપર એસપી કચેરી , માર્કેટયાડ , કોર્ટ સંકુલ દવાખાનાઓ આવેલા હોય ખૂબ મોટી સંખ્યામાં પાટણ શહેરીજનો અવર જવર રહે છે ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા સિમેન્ટ કોન્ક્રીટથી મોટા ખાડા પૂરવામાં આવે એવી પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે .પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રેલવે ગરનાળા પાસે પડેલ ખાડાઓની અંદર ભાજપના ઉંધા ધ્વજ ફરકાવી ભાજપ શાસિત નગરપાલિકાના વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરી ખાડા પુરવાની માંગ કરવામાં આવી હતી .

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×