गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના હારીજમાં માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યા નગરપાલિકા તથા ટ્રાફિક વિભાગ સાથે મળી હલ કરશે..

નગરપાલિકા ખાતે નગરપાલિકા, ટ્રાફિક વિભાગ તથા નગર વિકાસ કમિટી સાથે મળી સમીક્ષા બેઠકમાં ટ્રાફિક નિવારણ માટે સૂચનો કરાયા..

 

પાટણ જિલ્લાના હારીજ નગરમાં મુખ્ય માર્ગો ઉપર સર્જાતી માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે હારીજ નગર વિકાસ કમિટી દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર આશિષભાઈ દરજી, હારીજ પીએસઆઈ તથા નગરના વેપારીઓ સાથે મળી ટ્રાફિક સમસ્યા દૂર કરવા નગર વિકાસ કમિટી સાથે મળી સમીક્ષા બેઠક યોજાઇ હતી .જેમાં ટ્રાફિક નિવારણ માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા નગર વિકાસ કમિટી દ્વારા નગરના મુખ્ય મુખ્ય માર્ગો પર બંને સાઈડ પર સફેદ પટ્ટા લગાવવા તથા લારી પાથરણા સ્ટેશન રોડ ઉપર ખસેડવામાં આવે તો મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા હલ થવા પામે એવા સૂચનો કરવામાં આવ્યા હતા .ત્યારે દિવસ દરમિયાન મુખ્ય બજારમાં ઉપર લોડિંગ વાહનોનો પ્રતિબંધ હોવા છતાં ખડકલો

જોવા મળી રહ્યા છે જેને લઇ પોલીસ દ્વારા કાર્યવાહી કરવી જોઈએ તેમજ કેટલાક દુકાનદારો પોતાની દુકાન બહાર ઉપર માલસામાન અને લારી-પાથરના ઉભા રાખી તેમની જોડે ભાડું વસૂલી રહ્યા હોવાથી તેમજ મુખ્ય માર્ગો ઉપર અડધણ વાહનોના પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થવા પામે છે જેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે વિગેરે બેઠકમાં ટ્રાફિક નિવારણ માટે સૂચનો સમીક્ષા કરવામાં આવ્યા હતા. નગરપાલિકા ખાતે યોજેલ ટ્રાફિક સમીક્ષા બેઠકમાં પાલિકા ચીફ ઓફિસર આશિષભાઈ દરજી, પી.એસ.આઈ ડી.કે.ચૌધરી, વેપારી અગ્રણી સતિષભાઈ ઠક્કર ,ગુણવંતભાઈ ઠક્કર કનુભાઈ ઠાકર શ્રીકૃષ્ણ ગામ ગૌશાળા લાલજી મહારાજ સહિત નગર વિકાસ કમિટીના જાગૃત યુવાન પુષ્પક ખત્રી, અમિતભાઈ ગોસ્વામી નરેશભાઈ ઠાકર ઉપસ્થિત રહી ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ચર્ચા વિચારણા સૂચનો કરી આગામી સમયમાં નગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવે અને સમસ્યા હલ કરવામાં આવે તેવી માગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×