गुजरातगुड मॉर्निंग न्यूज़

આજે કે.ડી.હોસ્પિટલ અમદાવાદ તેમજ અલદેશણ ગ્રામ પંચાયત, સેવા સહકારી મંડળી તથા દૂધ ઉત્પાદક મંડળી ના સહયોગથી આંખોની તપાસનો કેમ્પ

 

સ્વયંભૂ દૂધેશ્વર મહાદેવ મંદિરમાં યોજવામાં આવ્યો જેમાં અલદેસણ ગામ સહિત આજુબાજુના ગામના ૩૫૦ થી વધારે લાભાર્થીઓએ આ કેમ્પ નો લાભ લીધો. જેમાંથી ૩૫ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે કે.ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે દરેકને ચશ્મા તેમજ દવાનું વિતરણ મફતમાં કરવામાં આવ્યું.

આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી વિનોદભાઈ પટેલ (ચેરમેનશ્રી મહેસાણા ડિસટીક કો-ઓપરેટીવ બેંક.) શ્રી દેવેન્દ્રભાઈ રાવળ (પૂર્વ ડિરેક્ટર ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ) શ્રી અશ્વિનભાઈ પટેલ (પ્રમુખ શ્રી કડી તાલુકા ભાજપ) શ્રી કમલેશભાઈ પટેલ (પ્રમુખશ્રી સેવા સહકારી મંડળી) બાબુભાઈ પટેલ (પૂર્વ સરપંચ અલદેશણ) વિરમજી ઠાકોર (પ્રમુખશ્રી દૂધ ઉત્પાદક મંડળી) જીતેન્દ્રભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ સેવા સહકારી મંડળી) ઉપસ્થિત રહ્યા અને કે.ડી હોસ્પિટલ ના આ પ્રોજેક્ટ દિશા ના કામગીરીને બિરદાવી.

સમાજના છેવાડાના વ્યક્તિ સુધી આંખોની અત્યાધુનિક સારવાર મળી રહે એ હેતુથી પ્રોજેક્ટ દિશા અંતર્ગત અનેક ગામડાઓમાં કેમ્પ યોજાયો છે અને ગ્રામ્ય જીવનમાં આંખોની રોશની આપવા માટેનું ઉત્તમ કામ કરવામાં આવી રહ્યું છે એમ જનક સાધુ દ્વારા જણાવવામાં આવ્યું.

કે.ડી. હોસ્પિટલમાં ઓપ્થેલોમોજી વિભાગના ડૉ.રીનલ પટેલ સિનિયર ઓટોમેટિક ડૉ.ઉત્પલ પટેલ અને ગુંજન સુથાર તેમજ સૂરજ ટોમટ દ્વારા દરેક દર્દીઓની ચીવટ પૂર્વક તપાસ કરવામાં આવી.

આ કેમ્પ દેવેન્દ્રભાઈ રાવળ ની અથાગ મહેનત અને પરિશ્રમથી યોજાયો અને તેમાં પંચાયત સભ્યો, સેવા મંડળીના સભ્યો અને દૂધ મંડળીના સભ્યો ઉપસ્થિત રહી કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી અને કે.ડી. હોસ્પિટલ તેમજ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×