गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

હારીજના બોરતવાડા ગામે પગપાળા કાવડ્યાત્રાનું ગ્રામજનોએ ભવ્ય સામૈયું કરાયું..

હરિદ્વાર ગંગોત્રીથી બોરતવાડા ગામ આશરે ૧૨૦૦ કિમિ.નું અંતર કાપી પગપાળા કાવડયાત્રાનું ગામે ગામ સ્વાગત કરાયું

 

પવિત્ર શ્રાવણમાસ માં ભગવાન શિવની ઉપાસના સાથે બોરતવાડા ગામના શિવભક્તો દ્વારા તારીખ ૧/૮/૨૦૨૪ ના રોજ બોરતવાડાથી હરિદ્વાર વાહન મારફતે પહોંચી ત્યારબાદ હરિદ્વારના ગંગોત્રીથી ગંગામૈયાનું પવિત્ર જળ પગપાળા કાવળયાત્રા થકી હરિદ્વારથી બોરતવાડા ૧૨૦૦ કિલોમીટરની પગપાળા કાવડ યાત્રા પૂર્ણ કરી બોરતવાડા ગામ ખાતે આવેલ

નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી પહોંચી હતી ભગવાનને જળ અભિષેક કરી કાવડિયા શિવ ભક્તોનું સમસ્ત ગ્રામજનોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ડીજેના તાલ સાથે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકાળી સામૈયુ કરવામાં આવ્યું હતું આશરે ૨૪ દિવસ સુધી સતત પગપાળા યાત્રા પૂર્ણ કરી શિવભક્ત ખેંગારજી ઠાકોર, લીલાજી ઠાકોર તથા અશોકભાઈ ચૌધરી દ્વારા કળશમાં લાવેલ પવિત્ર ગંગા મૈયાના જળથી બોરતવાડા નર્મદેસ્વર મહાદેવનો જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. સમસ્ત ગ્રામજનોએ કાવડ યાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ આજે રાત્રે ૧૨ વાગ્યા બાદ યાત્રા બોરતવાડા ગામ થી દ્વારકા નગરી સુધી પગપાળા આશરે ૫૦૦ કિમીનું અંતર કાપી અમાસના પવિત્ર દિવસે પહોંચશે ત્યાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી હરિદ્વારથી કળશયાત્રા દ્વારા લવાયેલ પવિત્ર જળનો નાગેશ્વર મહાદેવને જળ અભિષેક કરી ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી ગામની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×