गुजरात

ઊંઝા હાઇવે ઓવરબ્રીઝ પરના મોટા ખાડાઓને કાયમી રીપેર કરવા જરૂરી

ઊંઝા ઓવરબ્રીઝની બાબતે મોટા અકસ્માતની રાહ જોઈ બેઠેલું નઘરોળ તંત્ર.

જગપ્રસિદ્ધ ઉમિયા માતાનું મંદિર, મોટામાં મોટી ગણાય એવી apmc, નજીકમાં બાજુના ગામમાં ઐઠોરનું ગણપતી અને તરભના વાળીનાથ મંદિર ના કારણે વર્ષે લાખો ભક્તો અને વાહનોની અવર જવર ઊંઝા હાઇવે રિલાયન્સ પેટ્રોલ પમ્પ થી ઉમિયા માતાજી મંદિર તરફ જવાના ઓવરબ્રીઝ પર રહેતી હોય છે,

 

 

પણ ના જાણે કોનું ગ્રહણ લાગેલું રહે છે કે એક વાર થીગડાં મારી ખાડા પૂરો ને થોડા દિવસમાં બીજા ખાડાઓ રીપેરીંગ માટે તૈયાર જ હોય છે,

ઐઠોરના જાગૃત નાગરિક આશિષ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે કેટલીય વાર આ કેટલાય ઠેકાણે ખિલાસરી બહાર આવી હોય તેવા મોટા ખાડા થીગડાં મારી પુરવામાં આવેલ છે પણ કાયમ માટેનું કોઈ સ્થિર સમાધાન કેમ કરવામાં આવતું નથી??

રાત્રે ઉપર લાઈટ પણ બંધ હોય છે, પાણી પણ ભરાયેલું રહેવાથી ચિકાસમા બાઈક લપસી પડવાની સંભાવના રહે છે,

કેટલાય ઠેકાણે ઘાસ પણ ઉંગી ગયું હોવાથી નિયમિત સફાઈ કરવી પણ જરૂરી હોય છે.

જાણે મોટા અકસ્માતની રાહ જોઈ બેઠેલું સ્થાનિક તંત્ર ક્યારે જાગશે?

સામાન્ય લોકોની આ બાબતે થતી હેરાનગતિ મોટા નેતાઓના ધ્યાનમા નહી આવતી હોય?

સ્વાર્થનું રાજકારણ રમતા મોટા નેતાઓ કે કહેવાતા દેશભક્ત જેવા હોદ્દેદારો આ ઓવરબ્રીઝ પરથી કદીય પસાર થતા નહી હોય કે લોકસેવા કરવાની દાનત નહી હોય?

આ બધા સવાલોના જવાબ સામાન્ય લોકોને કોણ આપશે?

લોકો લાચાર,

મોટા પાયે ભ્રસ્ટાચારની ‘બુ’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×