गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

સાંતલપુરના કોયડા ગામનાં ચરેડીવાસના રસ્તાની હાલત બિસ્માર બનતા ગ્રામજનોને ભારે હાલાકી..ગ્રામજનોએ ગામની દુર્દશાનો વિડિયો વાયરલ કર્યો..

 

પાટણ જીલ્લામાં હાલ 3 દિવસથી સતત વરસાદી માહોલ છવાયો છે ત્યારે સાંતલપુર તાલુકાના કોયડા ગામમાં વરણોસરી જવાના રસ્તા પર  જૂની ગૌશાળાની બાજુમાં આવેલ ચરેડીવાસનો રસ્તો બિસ્માર બનતા અને વરસાદી પાણી ભરાતા વાહનચાલકો રાહદારીઓ માટે રસ્તો જોખમી બન્યો છે જેને લઇને ગ્રામજનોને અવર જવરમાં ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે ગામલોકોએ આ માર્ગ પર ચાલીને રોડ રસ્તા પરની ગંદકી અને પાણીના ભરાવ ને લઇને જે હાલાકી ભોગવવી પડી રહી છે તેને લઇને વિડિયો વાયરલ કર્યો છે અને વિડિયો મારફતે ગામની દુર્દશા

વર્ણવી રોડ રસ્તા પરની ગંદકી દૂર કરી નવીન રસ્તાની માંગ કરતા નજરે ચડ્યા હતા. ગામલોકોએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરતા પંથકમાં હાલ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે તેમજ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

સાંતલપુર તાલુકાના કોયડા ગામમાં આવેલા ચરેડીવાસ પાસે વરસાદના કારણે રસ્તો ધોવાઈ જતા મસમોટા ખાડા પડી ગયા છે.જેને લઇને રસ્તા ઉપર ચાલતા વાહન ચાલકોને વાહન લઇને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. એટલું જ નહિ અહીંયા ગામમાં શાળાએ જતા નાના ભૂલકાઓ અને બાળકોને પણ ગંદકીમાં પસાર થવા મજબૂર બન્યા છે.ત્યારે પંચાયતની કામગીરીને લઇને

અનેક સવાલો ઉભા થયા છે.તો બીજી તરફ ગામની દુર્દશા અંગેનો વિડિયો વાયરલ કરી ગામલોકોએ  રોડ રસ્તા બનાવવા માંગ કરી રહ્યા છે.હાલ ગામમાં ભારે વરસાદને લઈને એક તરફ પાણી તો બીજી તરફ ગંદકીનું સામ્રાજય ફેલાયું હોય રોગચાળાની ભિતી સેવાઈ રહી છે. ભારે ગંદકીને કારણે અહીંયા આ માર્ગ પર ચાલવું લોકોને  મુશ્કેલ બન્યું છે.

ગામમાં રસ્તાનું ધોવાણ થતા અને ભારે ગંદકીનું સામ્રાજય ફેલાયું હોય રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે તાત્કાલિક ધોરણે કોયડા ગામના ચરેડીવાસનો રસ્તો નવીન બનાવા અને ગંદકી સાફ સફાઈ કરી દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગામ લોકો વિડિયો મારફતે માંગ કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×