गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના રાધનપુરના મસાલી રોડ ખાતે પિકઅપ ડાલા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો..બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયો

 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મસાલી રોડના આશાપુરા મંદિર થી આગળ કે.કે બ્યુટી પાર્લર પાસે અકસ્માત ની ઘટના બનવા પામી હતી.જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ મુજબ જાહેર રોડ ઉપર બનાસજલનું પીકપ ડાલુ પાર્ક કરી ચાલક પોતાના પીકપ ડાલાનો દરવાજો રોડ પરના સાધનો જોયા વિના ગફલતભરી રીતે દરવાજો ખોલી દેતાં રસ્તા ઉપર આવતા બાઈકને અથડાવવાથી બાઇક ચાલક રસ્તા પર નીચે પટકાયો હતો. જે ઘટનામાં બાઇક ચાલકને કપાળનાં ભાગે તથા જમણા પગે ઈજાઓ થઈ હતી તેમજ પગના ભાગે ફેકચર થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે વધુ સારવારની જરૂર જણાય આવતા રિફર કરતા પરિવાર દ્વારા મહેસાણાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.તેમજ હાલ મહેસાણાની ખાનગી હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ ઘટનામાં પિકપ ડાલા ચાલકે જાહેર રોડ પર પોતાનું વાહન પાર્ક કર્યું હતું.તેમજ ગફલતભરી રીતે જોયા વિના જ ગાડીનો દરવાજો ખોલી દેતાં પાછળ થી આવી રહેલ બાઇક ચાલકને દરવાજા ની અડફેટે લેતા બાઇક ચાલકને ઈજાઓ પહોંચી હતી. સદનસીબે બાઇકમાં સવાર અન્ય 2 બાળકીને ઘટનામાં ઈજાઓ નહિ પહોચતા રાહતનો દમ લીધો હતો.પરંતુ ઘટનામાં બાઇક ચાલકને વધુ ઈજાઓ પહોચતા વધુ સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો જ્યાં હાલ સારવાર ચાલુ હોવાનું બાઇક ચાલક રમેશભાઈના નાનાભાઈ જશુભાઇ પરમાર કે જણાવ્યું હતું.અને ઘટનામાં બાઈકને પણ નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનામાં પિકપ ચાલક અકસ્માત બાદ પો.સ્ટે.ને જાણ ન કરી નાશી જતાં ગુનો કર્યા બાબતે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.તેમજ ફરિયાદને પગલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટના જોઈએ તો બાઇક ચાલક રમેશભાઈ કાંતિભાઈ પરમાર જેઓ પોતાની દીકરી પ્રતિક્ષા જે ધોરણ, ૬ (છ) માં અભ્યાસ કરે છે, જે વિરનગર સોસાયટીમાં રહેતાં ગીતાબેન પ્રજાપતિના ઘરે ટ્યુશન જતી હોય ગઈ તા.૨૯/૦૮/૨૦૨૪ ના રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં પોતાની દિકરી પ્રતિક્ષાને ટ્યુશનથી ઘરે લેવા માટે મોટર સાયકલ નંબર, જી.જે.૨૪.એઇ.૭૭૦૯ લઈને ગયેલ તેમની દીકરી પ્રતિક્ષા તથા પડોશી દીવ્યકાંતભાઈ ગેમરભાઈ પરમારની દિકરી વંશીકા જે પણ ટ્યુશન ગયેલ હોય બન્ને દિકરીને મોટર સાયકલમાં બેસાડી ઘરે આવવા માટે નિકળેલ જ્યાં આશાપુરા મંદિર મસાલી રોડ થી આગળ કે.કે બ્યુટી પાર્લર પાસે પહોંચતા ત્યાં બનાસજલનું પીકપ ડાલુ નં.જી.જે.૨૪.યુ.૨૧૦૩ જાહેર માર્ગ પર સાઇડમાં ઉભેલ હોય બાઇક ચાલક પીકપ ડાલાની સાઇડમાંથી નિકળતો હતો તે વખતે પીકપ ડાલાના ચાલકે અચાનક જોયા વિનાજ ગાડી નો દરવાજો ખોલી દેતાં બાઇક ચાલક પરમાર રમેશભાઈને પીકપ ડાલાના જમણી સાઇડના દરવાજો અથડાયેલ જે ઘટનામાં ચાલકની સાથેની બન્ને દિકરીઓ નીચે પડી ગયેલ અને નીચે પડવા થી બાઇક ચાલકને માથાના જમણા ભાગે કપાળ ઉપર તથા જમણા પગે ઢીંચણના ભાગે તથા તેની નીચેના ભાગે પડી જવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા બાઇક ચાલક બેભાન થઈ જતા રમેશભાઈ નો નાનો ભાઈ જશુભાઈ કાંતીભાઈ પરમાર તે વખતે પોતાની રીક્ષા લઈને ત્યાંથી નીકળતાં જોઈ જતાં પોતાના ભાઈને રાધનપુર સરકારી દવાખાને સારવાર અર્થે લઈ ગયેલ જ્યાં બાઇક ચાલકને જમણા પગે તથા કપાળના જમણા ભાગે વધુ ઈજાઓ પહોંચતા ફરજ પરના હાજર ડૉક્ટરએ સારવાર કરી વધુ સારવાર અર્થે રીફર કરતાં મહેસાણાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

 

હાલ મહેસાણાની ખાનગી હોસ્પિટલ ખાતે બાઇક ચાલક રમેશભાઈ પરમારને દાખલ કરવામાં આવ્યા છે. બાઇક ચાલકને જમણા પગે ફેકચર થતાં તેમજ ઢીંચણના ભાગે ફેકચર થતાં પગનાં ભાગે ઓપરેશ કરવામાં આવ્યું છે. તેમજ કપાળના ભાગે ટાંકા આવ્યા હોવાનું બાઇક ચાલકના નાના ભાઈ જસુભાઈએ જણાવ્યું હતું.તેમજ બનાવ પીકપ ડાલાના નં. જી.જે.૨૪.યુ.૨૧૦૩ ના ચાલકે અચાનક ગફલતભરી રીતે દરવાજો ખોલતાં બાઇક ચાલક પડી જવાથી બનેલ ઘટનાને પગલે પીકપ ડાલાનં. જી.જે.૨૪.યુ.૨૧૦૩ ના ચાલક વિરુધ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા પરિવારની માંગ ઉઠી છે.તેમજ ફરિયાદને આધારે હાલ પોલીસે આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×