गुजरातटॉप न्यूज़पाटन जिला

હારીજ પંથકની કિશોરીની જાહેરમાં છેડતી કરનારા રાધનપુરના યુવકને ત્રણ વર્ષની સજા ફટકારતી પાટણ સ્પેશિયલ પોક્સો કોર્ટ …

પાટણ સ્પેશ્યલ પોક્સો કોર્ટે હારીજ તાલુકાનાં એક ગામની 14 વર્ષિય કિશોરીની છેડતી કરીને તેનો હાથ પકડી તેનાં ગાલે જબરજસ્તીથી કીસ કરવાનાં આરોપસર રાધનપુરનાં ભિલોટ ગામનાં આરોપીને ત્રણ વર્ષની સખ્તકેદ અને કુલે રૂા. 10,500 નો દંડ ફટકાર્યો હતો.

 

આ કેસની વિગતો એવી હતી કે, હારીજનાં એક ગામની 14 વર્ષની સગીરાં તા. 24-3-23નાં રોજ સ્કૂલેથી છૂટીને પોતાનાં ખેતરમાં આવેલા ઘર તરફ એકલી ત્યારે હારીજનાં બે ગામો વચ્ચેનાં રોડ ઉપરથી પસાર થતી હતી તે સમયે બાઈક લઈને ઉભેલા એક યુવાને કિશોરીને ઉભી રાખી તેનો હાથ પકડી ખેંચીને મને કીસ કરવા દે, તો જ તને જાવા દઈશ, નહિંતર નહિં જવા દઉં તેમ કહી હાથ પકડીને ગાલે કિસ કરી દીધી હતી. કિશોરીએ બુમો પાડતાં તેનાં કાકાનો દીકરો આવી જતાં તેણે એ યુવાનને ઠપકો આપતાં યુવાને કાકાનાં દીકરાને થપ્પડ મારી પોતાનું બાઇક સ્થળ પર મૂકીને નાસી ગયો હતો. બાદમાં કાકાનાં દીકરાએ આ શખ્સનું નામ દિનેશ ઠાકોર તા. રાધનપુર હોવાનું જણાવતાં કિશોરીએ તેની સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી 354/323/341 તથા પોક્સો કલમ 3, 8, 11-(1)-12 મજબ ગનો નોંધ્યો હતો.

આ કેસ પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં જજ સુનિલ ટાંકે બે પક્ષોની રજૂઆતો સાંભળી આરોપીને મુખ્ય સજા તરીકે ત્રણ વર્ષને સખ્ત કેદ અને પોકસોની અલગ અલગ કલમો અંતર્ગત કુલે રૂા. 10.500નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ રાજેન્દ્રભાઈ પી. રાવલે રજૂઆત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×