गुजरातटॉप न्यूज़पाटन जिला

ભારે વરસાદથી પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની કામગીરી પુરજોશમાં

માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા જિલ્લાનાં વિવિધ 9 રાજ્ય ધોરીમાર્ગો રીપેર કરાય

 

સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર થયેલ નુકસાનને કારણે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકાર દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.

પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા કુલ 9 રાજ્ય ધોરીમાર્ગો રીપેર કરવામાં આવ્યાં છે.

જિલ્લામાં મુખ્યત્વે રવદ-તારોરા રોડ, દેલમાલ થી ભાટસર-વડાવલી રોડ, તેમજ વિરમગામ-પંચાસર-સમી, સિંહી- સંડેર-રણુજ-સંખારી-પાટણ રોડ, સુઈગામ-

સીધાડા રોડ, પાટણ- ઊંઝા રોડ તેમજ કાંસા-સરીયદ- -સાંપ્રા-ઉંદરા રોડ વગેરે રાજ્ય ધોરીમાર્ગો રીપેર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરાઈ છે.

Click or drag a file to this area to upload.
Click or drag a file to this area to upload.
Click or drag a file to this area to upload.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×