गुजरातगुड मॉर्निंग न्यूज़बनासकांठा

પાલનપુર આબુ હાઇવે પર બે કિલોમીટરના અંતરમાં ખાડાઓ નું સામ્રાજ્ય

એરોમાં સર્કલ સુધી 55 ઉપરાંતના ખાડા:વરસાદના કારણે ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં રાત્રી દરમિયાન વાહનો ખાડામાં પછડાયતા અકસ્માત થવાની ભિતી

 

પાલનપુર આબુ હાઇવે પર આવેલ બિહારી બાગથી એરોમા સર્કલના બંને તરફના માર્ગ પર અંદાજિત ૫૫ ઉપરાંતના ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ અકસ્માત થવાની ભિતી સેવાઈ રહી છે.

પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે પાલનપુર શહેરના આબુ હાઇવે પર બે કિલોમીટરના અંતરમાં 55 ઉપરાંત ના ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં બિહારી બાગથી એરોમા સર્કલ તેમજ એરોમા સર્કલ થી બિહારી બાગ સુધી જવાના બન્ને માર્ગ પર વરસાદના કારણે 55 ઉપરાંતના ખાડા પડી ગયા છે. જેથી આ માર્ગ પર કેટલીક જગ્યા પર લાઈટોનો અભાવ હોવાના કારણે રાત્રિ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા વાહનો ખાડામાં પટકાતા જોવા મળે છે. જેથી અકસ્માત થવાની ભિતી સેવાઇ રહી છે.

જોકે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાજેતરમાં ખાડાઓ પુરવામાં આવ્યા હતા. પરંતુ વરસાદના કારણે ફરીથી સમમોટા ખાડા પડી જતા વાહન ચાલકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી વરસાદ વિરામ લીધા બાદ ઝડપથી તંત્ર દ્વારા રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી રહી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×