गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના રાધનપુર શહેરના વર્ષો જૂના અને પાયાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ સમિતિ પ્રમુખની પ્રાદેશિક કમિશ્નરને ધારદાર રજુઆત..

રાધનપુર શહેરમાં રીક્ષા સ્ટેન્ડ,રોડ,રસ્તા,પાણી સહિત રખડતા ઢોર અને ગટરો ની સમસ્યાને લઇને રજૂઆત કરાઈ..

 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓના ગાંધીનગરથી નગરપાલિકા મુલાકાતે આવી પહોંચ્યા હતા.ત્યારે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોની અને રાધનપુર શહેર મહિલા પ્રમુખ રાધનપુર શહેરના વર્ષો જૂના અને પાયાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ સમિતિ પ્રમુખએ પ્રાદેશિક કમિશ્નરને ધારદાર રજુઆત કરી હતી.રાધનપુર શહેરમાં રીક્ષા સ્ટેન્ડ નો અભાવ રોડ,રસ્તા,પાણી સહિત રખડતા ઢોરનાં ત્રાસ અને શહેરમાં ઉભરાતી ગટરો ની સમસ્યાને લઇને રજૂઆત કરવામાં આવી હતી.

રાધનપુર વિસ્તારમાં ઓટો રીક્ષાઓ અંદાજીત ૭૦૦ હોવા છતાં નગરપાલિકા દ્વારા રીક્ષા સ્ટેન્ડ એક પણ આપવામાં આવેલ નથી જેનાથી ટ્રાફિકનો બહુજ મોટો પ્રશ્ન સતત રહે છે જેથી રીક્ષા સ્ટેન્ડની જગ્યા ફાળવવા  માંગ કરવામાં આવી હતી.તેમજ શહેરના રાધનપુર પંચવટી સોસાયટીનો cc રોડ ૨૦/૧૨/૨૦૨૨ની નગરપાલિકા કારોબારી સભામાં ઠરાવ મંજુર કરવામાં આવેલ છતાં એ કામ હજુ થયેલ નથી તેમજ પીવાના પાણીનું ઘણા સમયથી ક્નેકશન આપવા છતાં નગરપાલિકા જોઈન્ટ ના કરતા લોકો પાણી અને રોડ રસ્તાથી વંચિત છે.તેમજ રાધનપુરમાં રખડતા ઢોરોનો બહુ ત્રાસ છે તો નગરપાલિકા દ્વારા ઢોરવાડો કે અન્ય કોઈ સુવિધા ઉભી કરી આ ઢોરોને પુરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. અને હમણાં જ નવીન બનાવેલ રોડ ચાલુ થતા પહેલા જ તૂટી ગયેલ છે તો સત્વરે રાધનપુર વિસ્તારમાં મજબુત સમાન સામગ્રીનો ઉપયોગ કરી અને રોડને મજબુત બનાવા માંગ કરવામાં આવી છે .

રાધનપુર વિસ્તારમાં અંજુમન સ્કુલ થી જૈન ટોકીઝ સુધીનો માર્ગ છે જ્યાં સ્કુલના ૧૫૦૦ બાળકો અવરજવર કરતા હોવાથી ત્યાં ઉકરડા ઉભરાતી ગટરો તેમજ ગંદવાડ હટાવવા અને રોડ રસ્તા સુધારી આપવા  માંગ કરાઇ હતી.આમ, રાધનપુર શહેરના વર્ષોજૂના અને પાયાના  પ્રશ્નોને લઇને લેખિત રજુઆત કરી સત્વરે નિવારણ લાવવા માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×