गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ ફરી વરસાદનું આગમન થયું,વરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો ની ચિંતામાં વધારો..

રાધનપુર,સમી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં...

 

પાટણ જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયુ છે.ત્યારે મુશળધાર વરસાદને લઈને ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો ની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.જિલ્લાના રાધનપુર,સમી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં.અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી નો જમાવડો જોવા મળ્યો હતો ત્યારે વાહનચાલકો રાહદારીઓ પણ પરેશાન બન્યા હતા.અને રાધનપુર પંથકમાં ધોધમાર વરસાદ ને લઇને ખેડૂતવર્ગ ચિંતિત બન્યો છે.

પાટણ જિલ્લા સહિત જિલ્લાના તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે.અને સમી રાધનપુર તાલુકાના પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં.હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી પંથકમાં વરસાદનું આગમન થતાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતવર્ગ ચિંતિત બન્યો છે.ધોધમાર વરસાદી માહોલ વચ્ચે વરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો ની ચિંતામાં વધારો થયો છે. વરસાદી માહોલ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં તો ક્યાંક સોસાયટીઓમાં અને રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયાં હતા.

પાટણ હારીજ સમી સાંતલપુર રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી સતત મેઘમહેર યથાવત છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં છે અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.ત્યારે હવે પંથકના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.અનરાધાર વરસેલા વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાતા  ખેડૂતો નો પાક નિષ્ફળ જવાની ભિતીને લઇને ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે અને જગતનો તાત ખેડૂત વર્ગ હાલ ચિંતિત જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×