गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

રાધનપુરની બજારમાં વરસાદી પાણી ભરાયાં..લાલબાગ રોડ પરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, લોકો હેરાન પરેશાન..

સવારે શાળા કોલેજમાં જતાં વિદ્યાર્થીઓ અને નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકી..

 

પાટણ જિલ્લામાં સતત 2 દિવસથી મેઘમહેર યથાવત છે અને ગતમોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રે ગાજવીજ સાથે રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રાધનપુરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદ રાત્રે પડતા રાત્રે કેટલાક મકાન તો કેટલાક વિસ્તારોમાં પસાર થતા માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા.

જે બાદ આજે દિવસ દરમિયાન પણ પાટણ જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. રાધનપુર મુખ્ય બજારનાં રોડ પર આવેલ લાલબાગ સોસાયટી અને જાહેર માર્ગમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન બન્યા હતા.રાધનપુરના લાલબાગ, બસ ડેપો, મસાલી રોડ અને જલારામ સોસાયટી

બાજુના મુખ્ય બજારના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.તો હજી પણ કેટલાક વિસ્તારમાં હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.રાધનપુરમાં ગત મોડી રાત્રે પડેલ વરસાદને કારણે અને દિવસભર વરસેલા વરસાદને લઈને શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. વહેલી સવારે પણ રાધનપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. જોકે, રાતે પડેલા વરસાદના પાણી હજુ ઓસર્યા નથી ત્યારે વહેલી સવારથી પડેલા વરસાદના કારણે રાધનપુર બજારના

મુખ્ય માર્ગ પર લાલબાગ સોસાયટી ,જલારામ સોસાયટી, બસ ડેપો, મસાલી રોડ, ડીવાયએસપી કચેરી થી લઈને શેઠ કે.બી હાઇસ્કુલ નાં માર્ગ પર અને આસપાસ આવેલ સોસાયટીઓ નાં રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. જેથી સવારે શાળા કોલેજમાં અને નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.રાધનપુરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈ મુખ્ય બજારના માર્ગ પર લાલબાગ સોસાયટી જતાં ડીવાયએસપી કચેરી અને શેઠ કેબી હાઇસ્કુલ સુધીના માર્ગ પર પર પાણી ભરાયા હતા. લાલબાગ સોસાયટી જલારામ સોસાયટી રોડ પર પાણી ભરાતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી વિકસિત વિસ્તારમાં પાણી ભરાતા રહીશો પરેશાન બન્યા છે. આ રોડ પર કરોડોના મકાન લોકોએ લીધા છે પરંતુ ચોમાસામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નાં હોવાના કારણે વરસાદી પાણીમાં ચાલવા લોકો મજબુર બન્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×