गुजरातटॉप न्यूज़

પ્લાસ્ટિકની જગ્યાએ કપડાંની થેલીનો વપરાશ વધારવા શ્રી ઉમિયા માતા મંદિરની પહેલ.

પાટીદાર કુળદેવી ને પાટીદારોનું હબ અને કરોડો શ્રદ્ધાલુઓની આસ્થાના કેન્દ્ર સમા મા ઉમિયા માતાજીનું મંદિર, ઊંઝા અનેક પ્રકારની સેવાકીય પ્રવુતિઓ માટે હર હંમેશ સૌથી પહેલા આગળ આવે છે.

 

આજે એવા જ એક નવા પર્યાવરણ બચાવવાના મુદ્દા હેતુ સમાજમાં જાગૃતિ લાવવા પ્લાસ્ટિકને બદલે કાપડની થેલીનો ઉપયોગ વધારવા મંદિરમા જ કોટન બેગ વેડિંગ મશીન મુકવામાં આવ્યું.

ગુજરાત ફીડ કેર કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી ગુજરાત પ્રદુષણ બોર્ડ ઉમિયા માતાજી મંદિરમા લગાવવામાં આવ્યું.

આ નવતર પ્રયોગની ચોમેર પ્રશંસા થઇ રહી છે.

માત્ર 10 રૂપિયા જેવી નજીવી કિંમતમા આકર્ષક અને મજબૂત થેલી મશીન મારફતે મળી રહેશે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે જ આજના ઉમિયા માતાજીનો ભવ્યતિભવ્ય ધજા મહોત્સવના શુભ દિને જ લોકાર્પણ કરવામાં આવ્યું.

વરસાદ પણ જાણે આજના શુભ દિને વહેલી સવારે સ્વાગતરૂપે અમી વર્ષા કરી વાતાવરણમા ઠંડક વધારી ગયો.

હિન્દુ ધર્મના બધા જ સમાજના દર વર્ષે લાખો શ્રદ્ધાલુઓ દર વર્ષે અહીં દર્શનાર્થે આવતા હોય છે,

તેઓ સૌ સમાજમાં આવા સમાજ ઉપયોગી કાર્યો કરવા પ્રેરાય તેવો સંસ્થાનનો શુભ હેતુ રહેલો છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×